Rang Rasiyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Rang Rasiyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
રંગ રસિયો તારો રંગ રસિયો
રંગ રસિયો તારો રંગ રસિયો
ઓય આવું તો ઓય આવે છે
તયો જવું તો તયો મળે છે
આખો દાડો મારી પાછળ ફરે છે
હો મનનો મોરલિયો થનગનાત કરતો
દલડાંનો દરિયો આજ હિલોળે ચડતો
નાચે ધરતીને આજ જુમે ગગન રે
એ ખાલી ખોટા તું ઓટા મારે છે
પાછળ ફરે ના પ્રેમ મળે છે
રંગ રસિયો મારી છેડે પડ્યો છે
હે રંગ રસિયો મારી છેડે પડ્યો છે
હે રંગ રંગીલો મન મોજીલો મને રે લાગે તું
કરે મીઠી વાતો મને તારી કરવા માંગે તું
હો નેણની કટારી મારા દિલમાં વાગી
તારી જોઈ સુરત પ્યારી પ્યારી હું તો જાવું વારી વારી
ખોટા જુવે તું તો સપના મારા
નહીં આવું કદી હું તો હાથમાં તારા
હો જોવું હું તો બસ સપના તારા
આજ મળી મને કેવા નસીબ મારા
પાછળ ફરે ના પ્રેમ મળે છે
રંગ રસિયો મારી છેડે પડ્યો છે
હો પ્રેમનો મેહુલીયો આજ હૈયે વર્ષ્યો છે
તારા મારા પ્રેમનું મધુર આ મિલન છે
હે છેલ છોગાળો તું નખરાળો ગમી રે ગયો તું
નતો કરવો તોયે પ્રેમ મને થઈ રે ગયો છે
હો તું મારા દિનને રાત તું મારી ગમતી વાત
પ્રેમનો વિશ્વાસ મારા રૂદિયે તારૂં રાજ
જનમો જનમ વાલા સપના તારા
પુરા કરશું અમે બધા સપના તારા
હો જનમો જનમ છે વાલી નામ તારા
પુરા કરશું અમે બધા સપના તારા
રંગ રસિયો આજ મને રે મળ્યો છે
રાધાને આજ એનો શ્યામ રે મળ્યો છે
હો પ્રેમનો મેહુલીયો આજ હૈયે વર્ષ્યો છે
રંગ રસિયો આજ તને રે મળ્યો છે
રાધાને આજ એનો શ્યામ રે મળ્યો છે
રંગ રસિયો આજ તને રે મળ્યો છે
રંગ રસિયો આજ મને રે મળ્યો છે
રંગ રસિયો આજ તને રે મળ્યો છે