Sunday, 22 December, 2024

Rangilo Ranchhod Aave Chhe Lyrics in Gujarati

149 Views
Share :
Rangilo Ranchhod Aave Chhe Lyrics in Gujarati

Rangilo Ranchhod Aave Chhe Lyrics in Gujarati

149 Views

અરે મંદિરમાં કોણ છે?
રાજા રણછોડ છે
મંદિરમાં કોણ છે?
રાજા રણછોડ છે
જય રણછોડ માખણ ચોર
જય રણછોડ માખણ ચોર

હે આવે છે રે આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે

એ હે એતો ભક્તોના મન હરખાવે છે
એતો ભક્તોના મન હરખાવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે

હો માથે મુગટ એના કાનોમાં કુંડળ
માથે શોભે એવી રજવાડી પાઘડી
હો માથે મુગટ એના કાનોમાં કુંડળ
માથે શોભે એવી રજવાડી પાઘડી

એ હે એતો મુખેથી મોરલી બજાવે છે
એતો ભક્તોના મન હરખાવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે

હો પીળા પીતાંબર જરકશી જામા
લટકંતી ચાલમાં ચાલે છોગાળો
હા પીળા પીતાંબર જરકશી જામા
લટકંતી ચાલમાં ચાલે લટકાળો

એ હે એતો અલબેલી આંખો નચાવે છે
એતો પાયે ઝાંઝર ઝલકારે છે
મારો રંગીલો રણછોડ આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે

વનરાતે વનમાં રાસ રચાવતો
ગોપીઓના ભેળો કાન લાગે રૂપાળો
હા વનરાતે વનમાં રાસ રચાવતો
ગોપીઓના ભેળો કાન લાગે રૂપાળો

એ હે એતો હૈયા હિલોળે ચઢાવે છે
એતો દર્શન દેવાને વ્હાલો આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
હે આવે છે રે આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે
મારો રંગીલો રણછોડ આવે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *