રંગોળીની આ ડિઝાઇનો
By-Gujju18-10-2023
રંગોળીની આ ડિઝાઇનો
By Gujju18-10-2023
એમ તો દિવાળી પ્રકાશનો પર્વ છે, પરંતુ આ પ્રસંગે રંગો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે રંગો અને ફૂલોનથી ઘરની સજાવટ કરવામાં આવે છે. રંગોળી બનાવીને પણ આપણે દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ.
રંગોળી શબ્દ રંગથી બન્યો છે કે જેનો મતલબ છે આવલી કે જે એક રેખા અને પૅટર્ન હોય છે. ભારતમાં પ્રાચીન સમયમાં ઘરને શણગારવા અને ઉત્સવ મનાવવા માટે રંગોળી બનાવવામાં આવતી હતી. તે સમયે લોકો પોતાનાં ઘરોનાં દરવાજા પર દરરોજ ચોખાનાં લોટથી રંગોળી બનાવતા હતાં.
સમયની સાથે આ પ્રથા ધુંધળી થઈ ગઈ અને હવે દેશનાં કેટલાક જ ભાગોમાં આવી રંગોળી બનાવવામાં આવે છે, પરંતુ આજે પણ તહેવારો અને ખાસ પ્રસંગોએ રંગોળી બનાવવાની પ્રથા છે.
રંગોળીને બહુ શુભ ગણવામાં આવે છે અને કહે છે કે રંગોળી બનાવવી દેવી મહાલક્ષ્મીને પોતાનાં ઘરમાં આમંત્રિત કરવું છે. રંગોળીમાં પ્રયોગ થતું પાવડર ચોખાનાં આટા, ચૉક પાવડર અને પ્રાકૃતિક રંગોથી બને છે.
આમ તો રંગોળી આંગળીઓથી દોરવામાં આવે છે, પરંતુ હવે તેને બનાવવા માટે સ્ટેંસિલ અને બીજી અનેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. રંગોળીની કેટલીક ડિઝાઇનો પર નજર નાંખીએ છીએ કે જેમને આપ આ દિવાળીએ બનાવી શકો છો.
પારંપરિક રંગોળી
પારંપરિક રંગોળી ચોખાનાં લોટ અને સફેદ ચૉકનાં પાવડરથી બને છે. જો આપની પાસે રંગ નથી, તો આપ તેનાથી પણ રંગોળી બનાવી શકો છો. આ ડિઝાઇન લાઇન ડૉટ્સ દ્વારા બનાવવામાં આવે છે. આ ખૂબ સરળ છે.
એબ્સટ્રૅક્ટ રંગોળી
જો આપ આ દિવાળીએ પોતાનાં મહેમાનોને ખુશ કરવા માંગો છો, તો આપે આ પ્રકારની રંગોળી બનાવવી જોઇએ. તેમાં ચમકદાર રંગોથી અનોખી ડિઝાઇન બનાવવામાં આવે છે. એક મોટો ફૂલ અને તેની આજુબાજુ ચમકદાર રંગો કોઈને પણ આકર્ષિત કરી શકે છે.
ઈશ્વરની રંગોળી
તેમાં આપ પોતાના મનપસંદ દેવી-દેવતાની તસવીરને રંગોળીમાં ઉતારી શકો છો. એમ તો ભગવાન ગણેશની તસવીરની રંગોળી બને છે, પરંતુ આપ પોતાની મરજીથી કોઈ પણ દેવી-દેવતીની તસવીર બનાવી શકો છો.
સરળ શરુઆતી રંગોળી
આ રંગોળી ખૂબ આસાન અને સરળ હોય છે. જો આપની પાસે જગ્યાની અછત છે, તો આપ આ રંગોળી બનાવી શકો છો. ચૉક પાવડર કે રંગોની મદદથી હાથથી જ આ રંગોળી બનાવી શકાય છે.
ફૂલોમાંથી બનેલી રંગોળી
જો આપ રંગોથી રંગોળી નથી બનાવી શકી રહ્યાં, તો આપ ફૂલોની રંગોળી પણ બનાવી શકો છે. બજારમાં અનેક રંગોનાં ફૂલો મળે છે કે જેમનાથી આપ આસાનીથી પૅટર્ન બનાવી શકો છો. જુદા-જુદા ફૂલોથી ખૂબ સુંદર રંગોળી બનાવી શકાય છે.
જ્યામિતિય રંગોળી
આ ડિઝાઇન ખૂબ આકર્ષક લાગે છે. તેમાં રેખાઓ અને જ્યામિતીય ડિઝાઇનથી રંગોળી બનાવવામાં આવે છે. તેમાં આપ દીવાનો પ્રયોગ પણ કરી શકો છો.
મોતી અને બીડ્સથી બનેલી રંગોળી
જો આપ શાનદાર રંગોળી બનાવવા માંગો છો, તો મોતીઓ અને બીડ્સનો ઉપયોગ કરો. એક પૅટર્ન બનાવો અને પછી તેમાં રંગો ભરો. હવે બીડ્સ, મોતી અન રંગેબિરંગી સ્ટોન્સનો પ્રયોગ કરો.
રંગીન ચોખાઓથી બનેલી રંગોળી
કાચા ચોખાને રંગમાં મેળવી આપ આ રંગોળી બનાવી શકો છો. ચોખાઓને ખૂબ શુભ ગણવામાં આવે છે. તેથી તહેવારો પર તેનો પ્રયોગ શુભતા વધુ વધારી દે છે. આ રંગોળીમાં આપ ચોખાઓમાંથી ગણેશજીની તસવીર બનાવી શકો છો.
બૉર્ડર રંગોળી
જો આપનાં ઘરમાં જગ્યાની અછત છે, તો આપ આ રંગોળી બનાવી શકો છો. દરવાજા પર રંગોથી લાઇન બનાવી આપ તેને સજાવી શકો છો. તેનાથી ઘરમાં તહેવારનો વાતાવરણ રહે છે. તેમાં આપ દીવા પણ લગાવી શકો છો.
અડધી રંગોળી
શહેરોમાં આ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. આ ઓછી જગ્યા લે છે અને તેની ડિઝાઇનથી લક્ઝરીનો અહેસાસ પણ થાય છે.
મોરની રંગોળી
હિન્દુ ધર્મમાં મોરને અત્યંત શુભ ગણવામાં આવે છે. સાથે જ મોર ખૂબ સુંદર પણ હોય છે. દિવાળીએ મોરની ડિઝાઇન પણ બહુ લોકપ્રિય રહે છે. ચમકદાર રંગો અને જ્યામિતીય ડિઝાઇનથી આપ મોરની ડિઝાઇન બનાવી શકો છો.