Sunday, 22 December, 2024

Ranuja Ma Thay Che Diva Lyrics in Gujarati

140 Views
Share :
Ranuja Ma Thay Che Diva Lyrics in Gujarati

Ranuja Ma Thay Che Diva Lyrics in Gujarati

140 Views

રણુજામાં થાય છે દિવા
માંડી મારા વીરના વિવા
રણુજામાં થાય છે દિવા
માંડી મારા વીરના વિવા
સગુણા કે જાવું માંળવા
માંડી મારા વીરના વિવા

હો લાસા લક્ષ્મીને બેની સગુણા
ત્રણે બહેનોથી નાનેરા વીરના
આયા મને સપના એવા
માંડી જાયા વીરના વિવા
રણુજામાં થાય છે દિવા
માંડી મારા વીરના વિવા

બહુ મથ્યા બેનીબા પણ સાસુડી ના માને
રૂદિયાની વાતો હવે કહેવી બીજા કોને
હોઢણી શણગારીને તો બેનીબા હાલ્યા
વચમા આવી ચોરટાએ બેનીબા ને લુંટ્યા

હે …પોકરણમાં પોઢ્યા આયા વીરને સપના
ઘોડલે ચડ્યા વીર ભાલો લઈને હાથમાં
રામદેવ હાલ્યા બેનને લેવા
માંડી જાયા વીરના વિવા
રણુજામાં થાય છે દિવા
માંડી મારા વીરના વિવા

પોકાર સુણીને પીર પહોંચ્યા પળવારમાં
મારતા ઘોડે રોમો આયા ઠલવટમાં
પળમાં આવી ચોરટાને પીરે રે પછાડ્યો
મુવેલો ભાણેજ સજીવન કર્યો

હે ….રંગે સંગે વીર પરણી રે ઉતર્યા
મનુ રબારી કે પરચા વાલે પૂરર્યા
ગોમમાં વહેચાઈ મીઠાઈ મેવા
વાળા મારા વીરના વિવા  
રણુજામાં થાય છે દિવા
માંડી મારા વીરના વિવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *