Sunday, 22 December, 2024

Rase Ramta Lyrics in Gujarati

152 Views
Share :
Rase Ramta Lyrics in Gujarati

Rase Ramta Lyrics in Gujarati

152 Views

હે અંજવાળી રે રાતમાં
હે સૈયરોની સાથમાં
હે અંજવાળી રે રાતમાં
સૈયરોની સાથમાં
નજરે નજરૂં મળતા હૈયું થન-થન થનકે આજ
રંગમાં રમતા ભેળા ભમતા દલડાં અમે ખોયા રાજ

હે રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ
એ રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ

તું ચિતડાનો ચોર દિલ ખેંચે તારી ઓર
તું ચિતડાનો ચોર દિલ ખેંચે તારી ઓર
ઢમ-ઢમ વાગે ઢોલ જામ્યો છે માહોલ
હાથે ચુડી કંગન મારા ખન-ખન ખનકે રાજ
હે રૂમઝુમ રમતા ફરર ફરતા ટોળામાં ટકરાયા રાજા

હા રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ
હે રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ

હો મળે જો તારો સાથ રમીયે રે સંગાથ
મળે જો તારો સાથ રમીયે રે સંગાથ
લઈ હાથોમાં હાથ મારે કરવી છે એક વાત
મળવા તને મનડું મારૂં ધક-ધક ધડકે આજ
હે સાથ તારો મળતા દલડાં રે ઠરતા હૈયા રે હરખાયા આજ

હા રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ
હે રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ

હે અંજવાળી રે રાતમાં
હે સૈયરોની સાથમાં
હો અંજવાળી રે રાતમાં
સૈયરોની સાથમાં
નજરે નજરૂં મળતા હૈયું થન-થન થનકે આજ
રંગમાં રમતા ભેળા ભમતા દલડાં અમે ખોયા રાજ

હા રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ
હે રાસે રમતા જોયા રાજ મનડાં મારા મોયા રાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *