Sunday, 22 December, 2024

Ration Card E-KYC: ઘરે બેઠા રેશન કાર્ડ KYC કેવી રીતે કરવું – જાણો સંપૂર્ણ પ્રોસેસ

62 Views
Share :
Ration Card E-KYC: ઘરે બેઠા રેશન કાર્ડ KYC કેવી રીતે કરવું - જાણો સંપૂર્ણ પ્રોસેસ

Ration Card E-KYC: ઘરે બેઠા રેશન કાર્ડ KYC કેવી રીતે કરવું – જાણો સંપૂર્ણ પ્રોસેસ

62 Views

આજે દરેક રાશનકાર્ડ ધારક માટે આધાર કાર્ડની E-KYC ફરજિયાત છે. ઘણી વખત E-KYC માટે લોકોને સરકારી કચેરીઓમાં લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે, જેનાથી સમય અને મહેનત બન્ને બગડે છે. પરંતુ હવે તમે આ E-KYC પ્રક્રિયા તમારા મોબાઇલ ફોનથી જ ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. આ લેખમાં અમે તમને E-KYC કરવાની આખી પ્રક્રિયા જણાવીએ છીએ જેથી તમે ધક્કામુક્કી વિના ઘરે જ E-KYC કરી શકો.

E-KYC કરતી વખતે થતી સમસ્યાઓ અને તેના ઉકેલ:

ઘણાં લોકોને E-KYC કરતી વખતે ઘણીવાર Error બતાવતી હોય છે. આ સમયે, ઘબડાવા વિના થોડીવાર રાહ જોવી અને પછી ફરીથી પ્રયાસ કરવો. ઘણા વખતના અનુભવથી એવું જણાય છે કે ઘણીવાર OTP તમારા મોબાઇલમાં પહોંચતો નથી. OTP ન મળવાનો મોટો કારણ આધાર સાથે જુનો અથવા બંધ મોબાઇલ નંબર લિંક થવાનો હોઈ શકે છે. જો તમારા આધાર કાર્ડ સાથે જુનો અથવા બંધ મોબાઇલ નંબર લિંક હોય, તો તમારે પહેલું પગલું એ જ લેવું પડશે કે આધાર કાર્ડમાં તમારો હાલનો મોબાઇલ નંબર લિંક કરાવો. આમ કરવાથી E-KYC સરળતાથી થઈ શકે છે.

E-KYC માટેની પ્રક્રિયા:

રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ E-KYC કરવા માટે “my Ration” નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ કઈ રીતે આ એપ્લિકેશન દ્વારા E-KYC કરવું.

રેશનકાર્ડ E-KYC કરવા માટેની સરળ પગલાં:

  1. my Ration એપ્લિકેશન ડાઉનલોડ કરો:સૌ પ્રથમ Google Play Store માં જઈને “my Ration” એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનથી તમારે અનેક સેવાઓ સરળતાથી મેળવી શકાય છે.
  2. મોબાઇલ નંબર દાખલ કરો:એપ્લિકેશન ખુલ્યા પછી, રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને મળેલ OTP દાખલ કરીને તમારા મોબાઇલ નંબરની વેરિફિકેશન કરો.
  3. પ્રોફાઈલ સેટિંગ:પછી, પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડને લિંક કરો.
  4. આધાર E-KYC વિકલ્પ પસંદ કરો:હવે હોમ પેજ પર જાઓ અને “આધાર E-KYC” ઓપ્શન પસંદ કરો.
  5. આધાર ફેસ રીડર ડાઉનલોડ કરો:એક નવી વિન્ડો ખુલશે, જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. આ લિંક પર ક્લિક કરીને Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  6. ચેકબોક્સ પર ક્લિક કરો:એપ્લિકેશનમાં ચેકબોક્સ પર ક્લિક કરીને તમારું કાર્ડ પસંદ કરો. નવી વિન્ડોમાં કોડ દાખલ કરો અને રેશનકાર્ડ તથા તેના સભ્યોની વિગત દેખાશે.
  7. E-KYC માટેના સભ્યને પસંદ કરો:તે સભ્યનું નામ પસંદ કરો, જેના સામે “NO” લખેલુ છે. હવે આ નામને E-KYC માટે પસંદ કરો.
  8. OTP જનરેટ કરો અને વેરિફાઈ કરો:નવી વિન્ડોમાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને તે OTP નાખીને વેરિફાઈ કરો.
  9. ફેસ રીડર દ્વારા વેરિફિકેશન:આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જેમાં તમારે જે વ્યક્તિનું વેરિફાઈ કરવાનું છે તેની સેલ્ફી લેવામાં આવશે. ખાતરી કરો કે સેલ્ફી લીલી સીમાની અંદર આવે અને આંખ ખુલ્લી રાખવી.
  10. સબમિટ કરો અને મેસેજ મેળવો:ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E-KYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. હવે સબમિટ પર ક્લિક કરો અને તમને “સક્સેસફુલ મેસેજ” મળશે.

આ રીતથી તમે રાશનકાર્ડ સાથે આધાર E-KYC ઘરે બેઠા જ સરળતાથી કરી શકો છો અને લાંબી લાઇનો અને કચેરીઓના ધક્કાથી બચી શકો છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *