लग्नविधि का मंगल प्रारंभ
(चौपाई)
उपरोहितहि कहेउ नरनाहा । अब बिलंब कर कारनु काहा ॥
सतानंद तब सचिव बोलाए । मंगल सकल साजि सब ल्याए ॥१॥
संख निसान पनव बहु बाजे । मंगल कलस सगुन सुभ साजे ॥
सुभग सुआसिनि गावहिं गीता । करहिं बेद धुनि बिप्र पुनीता ॥२॥
लेन चले सादर एहि भाँती । गए जहाँ जनवास बराती ॥
कोसलपति कर देखि समाजू । अति लघु लाग तिन्हहि सुरराजू ॥३॥
भयउ समउ अब धारिअ पाऊ । यह सुनि परा निसानहिं घाऊ ॥
गुरहि पूछि करि कुल बिधि राजा । चले संग मुनि साधु समाजा ॥४॥
(दोहा)
भाग्य बिभव अवधेस कर देखि देव ब्रह्मादि ।
लगे सराहन सहस मुख जानि जनम निज बादि ॥ ३१३ ॥
લગ્નની વિધિનો મંગલ પ્રારંભ
(દોહરો)
પુરોહિત શતાનંદની સૂચનાથી સઘળા
લાવ્યા મંગલ દ્રવ્યને મંત્રી જનકતણા.
સાદર સાજ સજી બધા લેવા જાન ગયા,
વૈભવ કોશલપતિતણો પેખી ચકિત થયા.
વૈભવ લાગ્યો ઇન્દ્રનો એની આગળ શુષ્ક,
નરનારી અવલોકતાં થયા પૂર્ણ પરિતૃપ્ત.
વિનય સુણીને દશરથ કુળવિધિ સર્વ કરી
ગુરુ મુનિ સાધુસમાજ સહ ચાલ્યા હર્ષ ધરી.
દશરથનું ઐશ્વર્ય ને ભાગ્ય નિહાળીને
નિષ્ફળ સુર બ્રહ્માદિ નિજ જીવન જાણીને,
સહસ્ત્રવદને એમને વખાણવા લાગ્યા
વરસાવ્યાં શુભ અવસરે સુમનો વણમાગ્યાં.