Sunday, 22 December, 2024

રોટલી પીઝા બનાવવાની Recipe 

143 Views
Share :
રોટલી પીઝા બનાવવાની Recipe 

રોટલી પીઝા બનાવવાની Recipe 

143 Views

નમસ્તે મિત્રો આજે આપણે રોટલી પીઝા બનાવવાની રીત – Rotli pizza banavani rit શીખીશું, બાળકો ને રોટલી ખાવા નું ક્યો તો ના પાડી દે પણ જો એમને પીઝા ખાવા નું ક્યો તો ક્યારે ના નહિ પાડે. તો આજ આપણે બાળકો ને રોટલી ને પીઝા બનાવી ને ખવડાવી શકો છો તો ચાલો આજે જાણીએ Rotli pizza recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રોટલી પીઝા બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલી રોટલી 2-3
  • ઝીણા સમારેલા ટામેટા ¼
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¼
  • બાફેલા મકાઈ ના દાણા ¼ કપ
  • કાળા ઓલિવ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઓલિવ ઓઇલ જરૂર મુજબ
  • ઇટાલિયન મિક્સ હર્બસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • પીઝા સોસ 2-3 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મોઝારેલા ચીઝ જરૂર મુજબ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  • ચીઝ સ્પ્રેડ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

રોટલી પીઝા બનાવવાની રીત | Rotli pizza recipe in gujarati

રોટલી પીઝા બનાવવા સૌ એક વાટકામાં ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ માં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે  રોટલી પર ચીઝ સ્પ્રેડ લગાવી લ્યો એના પર પીઝા સોસ લગાવી ને એક સરખું ફેલાવી લ્યો અને તવી ને તેલ થી ગ્રીસ કરી લ્યો ને તવી પર રોટલી મૂકી એના પર મસાલા વાળા કેપ્સીકમ, ડુંગળી, ટમેટા નાખી એક સરખા ફેલાવી લ્યો ને  એના પર પ્રોસેસ ચીઝ, મિઝરેલા ચીઝ છાંટો ઉપર ઓલિવ મૂકો ને ગેસ ચાલુ કરો.

ગેસ ને ધીમો રાખી ચીઝ ઓગળી જય ત્યાં સુંધી ચડવા દયો. ચીઝ ઓગળી જાય એટલે તવી પર થી ઉતારી લ્યો અને ગેસ ધીમો કરી ને એના પર બીજી રોટલી મૂકી ઉપર સિઝનીંગ કરી ઢાંકી ને ચડવા દયો ત્યાર બાદ કટર થી કટ કરી ને સર્વ કરો રોટલી પીઝા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *