Sunday, 22 December, 2024

રૂઢિપ્રયોગો અને તેના અર્થ 

638 Views
Share :
રૂઢિપ્રયોગો અને તેના અર્થ

રૂઢિપ્રયોગો અને તેના અર્થ 

638 Views

રૂઢિપ્રયોગો એટલે શું?

કોઈ શબ્દ કે શબ્દસમૂહ તેના મૂળ અર્થને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતાં રૂઢ થઈ ગયો હોય છે. આને રૂઢપ્રયોગ કે રૂઢિપ્રયોગ કહે છે.

શબ્દ એક રૂઢિપ્રયોગ અનેક :

એક જ શબ્દને કેન્દ્રમાં રાખીને જુદા જુદા અર્થમાં અનેક રૂઢિપ્રયોગો પ્રચલિત થયા છે. માનવદેહના કેટલાક અવયવોના આધારે પ્રચલિત થયેલા કેટલાક રૂઢિપ્રયોગો ઉદાહરણરૂપે જોઈએ : 

માથું : 

  • કોઈ મારા કામમાં માથું મારે એ મને ન ગમે. – દખલગીરી કરવી
  • તેનું વિચિત્ર વર્તન જોઈને મારું માથું ફરી ગયું. – ખૂબ ક્રોધ ચઢવો
  • માથું આપે તે જ સાચો મિત્ર. – બલિદાન આપવું
  • તે પોતાનાં માબાપ આગળ માથું જ ઊંચકી શકતો નથી. – સામા થવું
  • એ બિચારીને માથે તો ઝાડ ઊગ્યાં હતાં , તોપણ તે કદી હિંમત ન હારી. – ભારે દુઃખ પડવું 
  • એની અયોગ્ય વાત સાંભળીને મારા બાપુનું માથું ફાટી ગયું. – ખૂબ ક્રોધ ચઢવો

આંખ : 

  • છેવટે રેખાની આંખ ઊઘડી. – પરિસ્થિતિ સમજાવી
  • મારા બાપુને તો પોતાના કામમાંથી આંખ ઊંચી કરવાની પણ ફુરસદ નથી. – અતિશય વ્યસ્ત હોવું 
  • બાપુએ આંખ કાઢી ત્યારે એ તોફાની છોકરો સીધો થયો. – ડરાવવું 
  • દીકરીને સાસરામાં સુખી જોઈને માબાપની આંખ ઠરી – સંતોષ – આનંદ થવો
  • ઘણી વાર મા પોતાના પુત્રની ભૂલો તરફ આંખમીચામણાં કરે છે. – જોયું ન જોયું કરવું, ઉપેક્ષા કરવી

કાન :

  • એ કામ કરતાં પહેલાં બાપે દીકરાના અગાઉથી જ કાન ઉઘાડ્યા હતા. – ચેતવવું 
  • કેટલાક માણસોને કોઈના કાન કરડવાની ટેવ હોય છે. – ગુસપુસ વાત કરવી
  • મંથરાએ કૈકેયીના કાન ફૂંક્યા. – ભંભેરણી કરવી
  • વાર્તા સાંભળવા બાળકો દાદાની સામે કાન માંડીને બેસે છે. – ધ્યાનપૂર્વક સાંભળવા બેસવું
  • જે વડીલોની વાત કાને ધરતો નથી તે છેવટે પસ્તાય છે. – કહ્યા પર લક્ષ આપવું

નાક : 

  • એવું કામ કદી ન કરવું જોઈએ કે સમાજમાં નાક કપાય. – આબરૂ જવી
  • ગંદાંગોબરાં બાળકોને જોઈને મધર ટેરેસા નાક ચઢાવતાં નથી. – અણગમો બતાવવો
  • દીકરો તેને કહેવાય જે માબાપનું નાક રાખે. – લાજ રાખવી
  • અનેક વાર નાક વાઢવા છતાં તે અહીં આવ્યા કરે છે. – અપમાન કરવું
  • એકનું એક કામ કરી કરીને તેને નાકે દમ આવી ગયો. – બહુ હેરાન થવું

દાંત :

આપણા જવાનોએ શત્રુસેનાના દાંત ખાટા કરી નાખ્યા છે. – હેરાન કરી મૂકવું

જો વધારે હોશિયારી કરશો તો મારે તમારા દાંત પાડી નાખવા પડશે. – બળ બતાવવુંતે સૌની સામે દાંતિયાં કર્યા કરે છે. – ચિડાઈને બોલવું

ગરીબો બિચારા દાંતે તરણું લે છે તોપણ ધનિકોને દયા નથી આવતી. – લાચારી બતાવવી

અર્થ એક : રૂઢિપ્રયોગ અનેક 

એક જ અર્થ આપતા એક કરતાં વધુ રૂઢિપ્રયોગો હોય છે. દાખલા તરીકે એક નાની વાતમાંથી ઝઘડાનું સ્વરૂપ ઊભું થયું એ અર્થ આપતા જુદા જુદા રૂઢિપ્રયોગો આપણી ભાષામાં પ્રચલિત છે, જેમ કે, 

  1. વાતનું વતેસર થવું 
  2. રજનું ગજ થવું 
  3. કાગનો વાઘ થવો 
  4. રાઈનો પહાડ થવો 
  5. રામમાંથી રામકહાણી થવી 

બીજાં ઉદાહરણો પણ જુઓ : ઊંચા સ્થાનેથી નીચા સ્થાને જવું એ અર્થ આપતા રૂઢિપ્રયોગો : 

  1. કાકા મટીને ભત્રીજા થવું 
  2. ઘરધણી મટીને ભાડૂત થવું 
  3. શેઠ મટીને વાણોતર થવું 

નકામો પ્રયાસ કરવો’ એ અર્થ આપતા

રૂઢિપ્રયોગો: 

  1. ચીંથરાં ફાડવાં 
  2. ફીફાં ખાંડવાં 
  3. પાણીવલોણું કરવું 
  4. ચાળણીમાં પાણી ભરવું 
  5. ગોદડે ગાંઠ વાળવી 
  6. પાણીની ગાંસડી બાંધવી 
  7. પાણીમાં લીટા કરવા 
  8. ધુમાડાના બાચકા ભરવા

રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ રૂઢિપ્રયોગો વાક્યમાં યોજાય છે ત્યારે તે વાક્ય વધારે સચોટ, અસરકારક અને જીવંત બને છે.

રૂઢિપ્રયોગ અને તેના અર્થ

(1) ખો ભૂલી જવી – જિંદગીભર યાદ રહે તેવો પાઠ શીખવો

(2) કાળાંધોળાં કરવાં – ખરાબ કામ કરવાં

(૩) છાતી ફાટી જવી – અપાર શોક થવો

(4) જીવ તાળવે રંગાઈ રહેવો – ચિંતાભરી સ્થિતિમાં મુકાવું

(5) પેટનો ખાડો પૂરવો – ભૂખ સંતોષવી

(6) માથું કોરાણે મૂકવું – જીવનું જોખમ ખેડવું

(7) હાથ કાળા કરવા – કલંક લગાડનારું કામ કરવું

(8) ઝાટકણી કાઢવી – સખત શબ્દોમાં ઠપકો આપવો 

(9) દયા ખાવી – અશક્ત કે નિર્બળ પ્રત્યે લાગણી થવી

(10) માયા લાગવી – મમતા બંધાવી, લાગણીનો સંબંધ થવો

(11) આત્મા ડંખવો – હૃદય ખૂબ દુઃખી થવું

(12) ફજેતી થવી – બદનામી થવી, આબરૂનો ધજાગરો થવો

(13) મિજાજ ગુમાવવો – મગજનું સંતુલન ખોઈ બેસવું, ખૂબ ગુસ્સે થવું

(14) ચીતરી ચડવી – સૂગ થવી, મનને પસંદ ન પડવું

(15) ચસકો લાગવો – ખોટે રવાડે ચઢવું, ટેવને અધીન થઈ વર્તવું

(16) હાથા થવું – સાધન કે નિમિત્ત બનવું

(17) કાન નહીં દેવા – ધ્યાન ન આપવું

(18) રાખ વળી જવી – ભુલાઈ જવું 

(19) મેથીપાક મળવો – માર ખાવો 

(20) વટ હોવો – રોફ, દમામ હોવો 

(21) હજમ કરવું – પચાવી પાડવું 

(22) નખરાં કરવાં – નાટક કરવું, લટકાં કરવાં

(23) કમાલ કરવી – અન્યને નવાઈ પમાડે એવું પરાક્રમ કરવું નાખી

(24) જગ ખારું લાગવું – સંસારનું સુખ અપ્રિય લાગવું

(25) મન ઊઠી જવું – કોઈ વસ્તુમાં રસ ન રહેવો

(26) કીર્તિ પ્રસરવી – ખ્યાતિ કે નામના મળવી

(27) ટાઢો શેરડો પડવો – હૃદયને આઘાત લાગવો, ધ્રાસકો લાગવો

(28) આંખો મીંચી દેવી – દિવંગત થવું, મૃત્યુ પામવું

(29) લેવાઈ જવું – દૂબળા પડી જવું, શક્તિ હણાઈ જવી

(30) ઓઈયાં કરી જવું – બીજાની વસ્તુ પચાવી પાડવી, હજમ કરવી

(31) અભરે ભરાવું – સમૃદ્ધ થવું (હોવું)

(32) રગરગમાં વ્યાપી જવું – આખા શરીરમાં ફેલાઈ જવું

(૩૩) તિલાંજલિ આપવી – છોડી દેવું, રૂખસદ આપવી 

(34) જીવ ચગડોળે ચડવો –વિચારોની ગડમથલ ચાલવી

(36) ઢંઢેરો પિટાવવો – છાની વાત જાહેર કરવી, ફજેતી કરવી

(35) હોળી કરવી – સળગાવી મારવું, નાશ કરવો

(37) પેટ ભરીને વાતો કરવી – ખુલ્લા, મોકળા મને વાતો કરવી 

(38) ધોખો લાગવો – ખોટું લાગવું, માઠું લાગવું

(39) લવારો કરવો – કશા અર્થ કે સંદર્ભ વિના બકવાટ

(40) મોટા પેટના હોવું – ઉદાર મનના હોવું

(41) અવળું મોઢું કરવું – સામે જોવાનું બંધ કરવું

(42) થાકીને લોથપોથ થઈ જવું – ખૂબ થાકી જવું

(43) હૃદયના તાર ઝણઝણી ઊઠવા – અત્યંત રોમાંચિત થઈ 

(44) બોરબોર જેવડાં આંસુ ટપકવાં – અતિશય દુઃખ થયું , મોટાં આંસુ આંખથી પડવાં

(45) હૃદય ભરાઈ જવું – શોક કે દુ:ખથી વ્યથિત થઈ જવું

(46) નિઃશ્વાસ નાખવો – હતાશા કે નિરાશાને કારણે ઊંડો શ્વાસ લેવો 

(47) મન વાળી લેવું – મન સાથે વ્યવહારુ ઉકેલ શોધી લેવો , સમાધાન કરવું 

(48) ભેખ લેવો – સંન્યાસ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને નીકળી પડવું

(49) હૈયું બેસી જવું – આધાતની લાગણી અનુભવવી 

(50) મીંડાં આગળ એકડો માંડવો – શૂન્યમાંથી સર્જન થવું 

(51) ધૂળમાં મળવું – કરેલા પ્રયત્નો નિષ્ફળ બનાવવા 

(52) દિલમાં અવાજ ઊઠવો – અંતરમાં પ્રેરણા થવી 

(53) રોટલો મળી રહેવો – ખાવા પૂરતી વ્યવસ્થા થઈ રહેવી 

(54) હાથપગ હલાવવા – મહેનત કરવી 

(55) પરસેવો પાડવો – ખૂબ મહેનત કરવી 

(56) રંજ હોવો – દિલગીરી હોવી, અફસોસ હોવો 

(57) મીટ માંડવી – એકીટશે જોઈ રહેવું 

(58) અંગૂઠો બતાવવો – અંગૂઠો અમુક ઢબે બતાવી ઇનકાર સૂચવવો , ચીડવવું

(59) ભરખી જવું – નાશ કરવો, ગળી જવું 

(60) મહોર લાગી જવી – પ્રમાણિત કરવું, ખાસ કદર થવી 

(61) લેણાદેણી પૂરી થવી – લેવડદેવડનો સંબંધ પૂરો થવો 

(62) અડવું લાગવું – શોભા વગરનું, સારું ન લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું 

(63) મન ભારે હોવું – ચિંતા કે દુઃખનો બોજ લાગવો 

(64) ઘરભંગ થવું – (શ્રી મરવાથી) ઘર ભંગાવું કે પતિ – પત્ની વચ્ચે ઝઘડો થતાં કે અન્ય રીતે પત્નીનું ચાલ્યા જવું 

(65) ઘરના દેવતાનો વાસો ઊઠી જવો – ઘર સૂમસામ (ભેંકાર) થઈ જવું 

(66) આંખ વરતવી – સંકેતથી સમજવું 

(67) દરગુજર કરવું – સાંખી લેવું, માફ કરવું 

(68) દુઃખમાં અધિક માસ હોવો – ખરાબ સ્થિતિમાં વધુ ખરાબ સ્થિતિ આવવી

(69) ફાંફાં મારવાં – વ્યર્થ પ્રયત્ન કરવો

(70) ઝંખવાણા પડી જવું – છોભીલા પડી જવું, ભોંઠપ લાગવી 

(71) કાલાવાલા કરવા – વિનંતી કરવી, આજીજી કરવી

(72) હુંસાતુંસી ચાલવી – ખેંચતાણ કરવી 

(73) ગળગળા થઈ જવું – અતિશય દુઃખના ભાર નીચે બોલી ન શકાવું થઈ ગયો. 

(74) ઠૂંઠવો મૂકવો – મોટેથી, પોક મૂકીને રડવું 

(77) ખાતરદારી કરવી – આતિથ્યસત્કાર કરવો, મહેમાનગીરી

(75) દ્રવી ઊઠવું – પીગળી જવું, ઓગળી જવું 

(76) ફના થવું – નાશ પામવો, પાયમાલ થવું

(78) ભણકારા વાગવા – ભવિષ્યની આગાહી થવી

(79) મનમાં રમવું – સ્મરણરૂપે વાગોળ્યા કરવું 

(80) મોઢું લાલચોળ થઈ જવું – ખૂબ ગુસ્સે થઈ જવું 

(81) ડોકું હલાવવું – હા કે ના કહેવી 

(82) ખોટ પૂરી કરવી – ભીડ ભાંગવી, આવી પડેલી મુશ્કેલી ચઢવું દૂર કરવી

(83) આંખ ઝીણી થવી – કંઈ સમજમાં ન આવતાં વિચારે

(84) મગજ ભમવા લાગવું – વ્યગ્રચિત્ત થઈ જવું, બુદ્ધિ ઠેકાણે ન રહેવી 

(86) ભભૂકી ઊઠવું – ગુસ્સામાં ગમે તેમ બોલવું

(85) વા સાથે વઢવું – ગમે તેની જોડે લડી પડવું

(88) આંખો ઠરવી – સંતોષ મળવો

(89) આંખ મળી જવી – થાક કે ચિંતાને કારણે મોડે મોડે નિદ્રા આવવી. ગયા . 

(87) ભસ્મીભૂત કરવું –બાળીને નષ્ટ કરી નાખવું 

(91) મહેનત ધૂળમાં મળવી – નિષ્ઠાથી કરેલું કામ નકામું જવું 

(92) આંખે અંધારાં આવવાં – ભાન ગુમાવવું, સૂધબૂધ ખોઈ દેવું 

(90) તળે ઉપર થઈ જવું – ખૂબ અધીરા બની જવું 

(93) સત્યાનાશ વાળવું – ખેદાનમેદાન કરી દેવું , રફેદફે કરી

(94) એક આંગળીયે ધારવું – સર્વસત્તાધીશ થઈ જવું 

(95) ઇકોતેર પેઢી તારવી – પોતાના વંશની ઇકોતેર પેઢીનું નામ રોશન કરવું 

(96) કંઠે ભુજાઓ રોપવી – વહાલથી ભેટી સત્કારવું. 

(97) જાન ઊઘલવી – આનંદ ઉલ્લાસ સાથે જાન વિદાય થવી 

(98) અછોઅછોવાનાં કરવાં – લાડ લડાવવાં, પ્રેમાગ્રહ કરવો 

(99) ડાગળી ચસકી જવી – ગાંડા થઈ જવું, મગજ ફરી જવું 

(100) મીઠા ઝાડનાં મૂળ કાઢવાં – સ્વાર્થ બુદ્ધિએ ભલું કરનારનો વધુ લાભ ઉઠાવવો

ધોરણ 10 રૂઢિપ્રયોગ અને તેના અર્થ

અમે અહીં નીચે પ્રમાણે રજુ કરેલ રૂઢિપ્રયોગો શબ્દોનું લિસ્ટ આપેલ છે જે અલગ અલગ ધોરણ પ્રમાણે આપેલ છે ધોરણ 10 માટે ઉપયોગી રૂઢિપ્રયોગો આપેલ છે તેનો અભ્યાસ કરો :

(1) સોનાનાં ઝાડ ભાળી જવાં – ખૂબ સમૃદ્ધિ જોવી 

(2) આંગળી આપતાં પોંચે વળગવું – થોડું આપતાં , બધું આંચકી લેવા પ્રયત્ન કરવો 

(3) મંત્રમુગ્ધ થવું – વિસ્મય થવું , નવાઈ પામવું , આભા બની જવું 

(4) બલિહારી હોવી – વિશેષતા કે ખૂબી હોવી 

(5) ધરવ ન થવો – સંતોષ ન થવો 

(6) હૃદય હાથ ન રહેવું – હિંમત કે ધીરજ ન રહેવી 

(7) તલપાપડ થઈ રહેવું – અત્યંત આતુરતા કે અધીરાઈ હોવી 

(8) કાને ધરવું – ધ્યાન પર લેવું , ધ્યાનથી સાંભળવું

(9) કાટલું કાઢી નાખવું – પ્રાણ હરી લેવા , મારી નાખવું 

(10) હાંઉ કરવું – શાંત કરવું , ખમૈયા કરવા 

(11) ઓછું આવવું – ખોટું લાગવું , માઠું લાગવું

( 12) પાણી ફેરવી દેવું – નિષ્ફળ બનાવી દેવું

(13) શિર ઝુકાવી દેવું – સ્વીકાર કરવો , નમવું 

(14) કંઠે ડૂમો બાઝવો – લાગણીવશ થઈને ગળગળા થઈ જવું , ગળું રૂંધાવું 

( 15) એક કાંકરે બે પક્ષી મારવાં – એક કામ દ્વારા બે ધ્યેય હાંસલ કરવાં 

( 16) પગ ભાંગી પડવા – નાસીપાસ થવું , હતાશ થઈ જવું 

( 17) વિરોધનો વંટોળ જાગવો – પુષ્કળ વિરોધ થવો

( 18) મચક ન આપવી – સહેજ પણ ઝૂકવું નહિ , નમતું ન આપવું 

( 19) ગળગળા થઈ જવું – લાગણીવશ થઈ , આવેશ અનુભવવો 

( 20) આંસુનો બંધ તોડવો – કઠણ હૈયું વિગલિત થઈ જવું

( 21) ખાઈ પહોળી થવી – અંતર વધવું 

( 22) જાત ઘસી નાખવી – પુષ્કળ મહેનત કરવી 

( 23) તંત ન મૂકવો – જીદ કે હઠ ન મૂકવી 

( 24) ફફડી ઊઠવું – ડરી જવું , ગભરાઈ જવું 

( 25) ઓસાણ ન રહેવું – યાદ ન રહેવું , સ્મૃતિમાં ન હોવું 

( 26) આરો ન હોવો – કોઈ ઉપાય ન હોવો 

(27) હેલારે ચઢવું – અતિ ઉત્સાહમાં આવવું , આનંદ માણવો 

( 28) પથારો પાથરવો – આસપાસ જેમ – તેમ ચીજવસ્તુઓ પાથરી રાખવી 

( 29) કળ વળવી – શાતા અનુભવવી , શાંતિ થવી 

( 30) ગંગામાં જળ વહી જવું – ઘણો સમય પસાર થઈ જવો 

( 31) લલાટે લખાવું – ભાગ્યમાં હોવું, કિસ્મતમાં લખાવું 

( 32) ભરડો લેવો – ચારે બાજુથી ભીંસમાં લેવું, વળગવું 

( 33) ભોંઠા પડવું – ઝંખવાણા પડી જવું 

( 34) ટહુકો પાડવો – મીઠાશથી બોલાવવું 

( 35) આનાકાની કરવી – હા – ના કરવી 

 (36) અલ્લાહ મિયાંને પ્યારા થઈ જવું દેહ છોડી જવો , મૃત્યુ થયું 

( 37) આંસુનો સાગર છલકવો – ખૂબ રડવું, ઊંડો આઘાત લાગવો 

(38) પૈડું સીંચવું – જાનને વળાવતી વખતે ગાડા નીચે શ્રીફળ મૂકીને તેના પર ગાડાનું પૈડું ચલાવવાની વિધિ કરવી 

(39) વાત દાટી દેવી – વાતનો ત્યાં જ અંત લાવવો 

(40) તાગ લેવો – અંદાજ કાઢવો, ક્યાસ કાઢી લેવો 

(41) દરિયો ડો’ળવો – જહેમત ઉઠાવવી 

(42) દંગ થવું – નવાઈ પામવું 

(43) અવાજમાં મધ રેડવું – મીઠાશથી બોલવું , મધુર ભાષણ કરવું 

(44) વિમુખ થવું – મોઢું ફેરવી લેવું, પ્રતિકૂળ થવું 

(45) બેડો પાર થવો – સફળ થવું 

(46) ભોગ ધરી દેવો – કુરબાન થવું, બલિદાન આપવું છૂટકો. 

(48) મોતના મુખમાંથી લાવી આપવું – મોતમાંથી બચાવવું

(49) નમતું જોખવું ઢીલું મૂકવું – સમાધાન કરવું

(50) મોતની તલવાર લટકવી – માથે મોત ભમવું 

(51) મનનો ડૂમો કાઢી નાખવો – મનમાં ઘૂંટાતું દુઃખ પ્રગટ

(47) કપાળે ચોંટવું – માથે પડવું , જવાબદારી આવવી 

(52) બોલબાલા હોવી – યશ મળવો , ચડતી થવી 

(53) મનની ગાંઠ ઊકલી જવી – ખોટી માન્યતા દૂર થઈ જવી.

(54) આકાશ – પાતાળ એક કરવાં – શક્ય તમામ ઉપાય

(55) નાકે દમ આવવો – બહુ હેરાન થવું 

(56) દાંત ખાટા કરવા – હેરાન કરી મૂકવું 

(57) ધૂળ કાઢી નાખવી – ખૂબ ઠપકો આપવો 

(58) પાણીચું આપવું – બરતરફ કરવું, નોકરીમાંથી છૂટું કરવું

(59) અન્નને અને દાંતને વેર થવાં – ખાવા જ ન મળવું, ગરીબી આવી જવી ખૂબ

(60) ઈડરિયો ગઢ જીતવો – ખૂબ મોટું પરાક્રમ કરવું 

(61) ચાર દિવસનું ચાંદરણું – થોડો સમય ચાલે એવું સુખ 

(62) બેસવાની ડાળ કાપવી –મૂર્ખાઈભર્યું કામ કરવું 

(63) લોહીનું પાણી કરવું – સખત મહેનત કરવી

(64) બેડો પાર થવો – સિદ્ધિ મેળવવી, સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થવી.

(65) માથા ઉપર તલવાર લટકવી – ગમે ત્યારે વિપત્તિ આવી પડે એવો ભય 

(66) જિંદગી હોમાઈ જવી – જીવન બરબાદ થઈ જવું 

(67) પ્રાણ પાથરવા – બલિદાન આપવું 

(68) શેરીની ધૂળ ઉસરડવી – ખૂબ મહેનત કરવી 

(69) ગાંડાં કાઢવાં – સમજ્યા વિના બોલવું

(70) વાત હાથમાંથી જવી – પરિશ્રમ નકામો જવો, કોઈ ઉપાય ન રહેવો 

(71) ભય વિના પ્રીતિ ન થવી – થોડોક ડર રાખવો 

(72) નખ્ખોદ વળી જવું – વિનાશ થવો 

(73) આસમાની સુલતાનીના ફેરામાં – અણધારી આફત આવવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *