Rudi Ne Rangili Lyrics in Gujarati
By-Gujju02-05-2023

Rudi Ne Rangili Lyrics in Gujarati
By Gujju02-05-2023
આ રૂડીને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ
આ રૂડીને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ
હૈયે મારા
હૈયે મારા પ્રીતના તાંતણે બંધાણા રે હો
જન્મોની આ પ્રીતને જો જો વાહલા ભુલી જતા નહિ
આ રૂડીને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ
આ વાંકી મુછાળું રે મારૂ રાજા રે રંગીલો
વાલમિયો મારો રે એ તો છેલને છોગાળો
પ્રીતમજી મારો રે એ તો મનનો મોજીલો
બુમ પડે બજાર માં રે એનો વટ રે જોશીલો
હો જાગું હું તો
જાગું હું તો આખી રે રાતો તારી યાદ માં હો
સપના નો સૌદાગર વાહલા નીંદર મારી લુંટી ગયો રે લોલ
આ રૂડીને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ
મારા મનડાંનો માણીગર મારા સપનાનો સૌદાગર
મારા દિલનો એ મતવાલો મારા રૂદિયે કોરાણો
મળી જાય જો સાથ તારો સુધારે મારો જન્મારો
બનશે તું રાજા મારો બહુ બહુ માંગુ સથવારો
હૈયું શું છે હો ઓ
હૈયું શું છે જિંદગી કરી તારે નામ હો
મીઠી મીઠી વાતો તારી મનને મારા મોહી ગયી રે લોલ
આ રૂડીને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ