સાચા બોલા હરણા
By-Gujju27-10-2023
સાચા બોલા હરણા
By Gujju27-10-2023
ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તે પ્રાણીઓનો શિકાર કરીને તેના પરિવારનો ઉછેર કરતો.
તે રોજની જેમ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. પરંતુ આખો દિવસ કોઇ પણ શિકાર ન મળવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો.
જ્યારે અંધારું થયુ, ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. ખાલી હાથે પાછો જઇશ તો બાળકો અને પત્નિને શુ ખવડાવીશ. માટે આજે અહી રાત્રી રોકાઇને કોઇ પ્રાણીનો શિકાર કરીને જ ઘરે જઇશ.
જંગલમાં તળાવની બાજુમાં બિલપત્રના ઝાડ પર ચઢી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો
બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. શિકારીને તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવત બિલપત્રના પાન શિવજી પર પડતા રહ્યા.
આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો શિકારી આખો દિવસ ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચઢાવતો ગયો.
રાત્રે એક વાગ્યે, એક હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારઘીએ જલદી ધનુષ પર એક તીર ખેંચ્યું.
આ જોઇ હરણીએ કહ્યું, મારા નાના નાના બચ્ચા ઘરે ભુખ્યા છે. મને જવા દે.. જો હુ નહી જાવ તો બચ્ચા ભુખથી મરી જશે.
આ સાંભળીને શિકારીએ કહ્યુ કે મારા ઘરે પણ મારા નાના બાળકો ભુખથી મારી રાહ જુવે છે. માટે હુ ખાલી હાથે પાછો જવાનો નથી.
આ સાંભળીને હરણીએ કહ્યુ હુ મારા બચ્ચાઓને પયપાન કરાવીને ટૂંક સમયમાં તારી સમક્ષ હાજર થઇશ, પછી મને મારી નાખજે.
શિકારીને દયા આવી. શિકારીએ બાણ ઢીલુ કર્યુ અને હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ.
બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલિપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ.
રાત્રીનો બિજો પ્રહર શરુ થયો ત્યા એક અન્ય હરણ ત્યાથી પસાર થયુ. શિકારી પાસે આ સોનેરી તક હતી. તેણે ધનુષ પર તીર ચઢાવ્યુ અને જેઓ તે તીર છોડવાનો જ હતો કે તે બોલ્યુ. “હે શિકારી મારા બચ્ચા ઘરે ભુખથી ટળવળે છે. હુ બચ્ચાની માતાને શોધવા નિકળ્યો છુ. મને જવા દે.
શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હુ છોડી દઉ એટલો મૂર્ખ નથી. આ પહેલા મે મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે.
તો હરણ બોલ્યુ જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી મારો વિશ્વાસ કર હુ મારા બચ્ચાઓને એની મા સાથે મેળાપ કરાવીને તરત જ પરત ફરીશ આ મારુ વચન છે. #અમર_કથાઓ
હરણનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી. તેણે તે હરણને પણ જવા દીધુ.
શિકારના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતાં બિલિપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો.
રાત્રીનો ત્રીજો પ્રહર શરુ થયો.. ત્યા હરણાનાં બે નાના બચ્ચા આવતા દેખાયા.
શિકારીએ ધનુષ્ય પર તીર ચડાવ્યુ.
ત્યા જ બચ્ચાઓ બોલી ઉઠ્યા. ભાઇ અમને ન મારીશ. અમારી માં સવારની અમને શોધી રહી હશે.. માટે અમને એકવાર અમારા મા-બાપ સાથે મળી લેવા દે. પછી તુ સુખેથી અમને મારજે…
બચ્ચાઓની વાત સાંભળીને શિકારીને પોતાના બાળકો યાદ આવ્યા.. હ્રદય કરુણાથી ભરાઇ ગયુ. અને બન્ને બચ્ચાઓને જવા દીધા.
આ તરફ હરણા અને બચ્ચાઓનો મેળાપ થયો.
હરણીએ બચ્ચાઓની ભુખ શાંત કરી..
એક બિજા સાથે વહાલ કર્યુ… અને શિકારીને આપેલા વચનની વાત કરી…
અને એકસાથે મળીને શિકારીનો શિકાર બનવા માટે નિકળ્યા….
રાત્રીનો ચોથો પ્રહર શરુ થયો. હરણા અને બચ્ચાઓ શિકારી પાસે આવ્યા અને કહ્યુ. “તે અમને જીવતા જવા દીધા, હવે અમે વચન મુજબ તારી પાસે આવ્યા છીએ. તુ સુખેથી અમારો શિકાર કરી શકે છે.”
ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલિપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. અજાણતા કરેલા પૂજાનુ પરિણામ તેને તરત જ મળ્યુ. શિકારીનુ હિંસક હ્રદય કોમળ થઈ ગયુ તેમા ભગવદ્દ શક્તિનો વાસ થઈ ગયો.
હરણાઓની સત્યતા સાત્વિકતા અને સામુહિક પ્રેમભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યુ
અજાણતા જ શિવરાત્રિના વ્રતનુ પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનુ મહત્વ જાણીને તેનુ આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા.