Sunday, 22 December, 2024

Sacho Re Dhani Ramdevpir Lyrics in Gujarati

278 Views
Share :
Sacho Re Dhani Ramdevpir Lyrics in Gujarati

Sacho Re Dhani Ramdevpir Lyrics in Gujarati

278 Views

રામા કહું કે રામદેવ
હીરા કહું કે લાલ
રામા કહું કે રામદેવ
અરે હીરા કહું કે લાલ કે લાલ
પણ જે જે નરને મારો રામોપીર ભેટિયા
વો નર થઇ ગ્યા ન્યાલ હો
વો નર થઇ ગ્યા ન્યાલ

હાચો રે ધણી રે મારો પીર રામદેવજી ઓ
હાચો રે ધણી રે મારો પીર રામદેવજી
પીર મારો નોધારાનો આધાર રે આધાર
ધણી મારો નોધારાનો આધાર રે આધાર
ધન બાવાજી રે
માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ ઓ
હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી

રામ રે રમે રે રંગ મોલમાં
રામ રે રમેં રે રંગ મોલમાં રે
હે પીર રમેં દેવળને દરબાર દરબાર
હે પીર રમેં દેવળને દરબાર દરબાર
ધન બાવાજી રે ઓ
માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ
હાચો રે ધણી રે મારો એક આ રામદેવજી

ઓ ખંભે કામળો ને હાથમાં કેડિયું રે હો
ખંભે કામળો ને હાથમાં કેડિયું રે
એ પીર બન્યા ગાયોના રે ગોવાળ ગોવાળ
ધણી બન્યા ગાયોના રે ગોવાળ ગોવાળ
ધન બાવાજી રે ઓ
એ માતા રે મીનલદે ના આ જાયા પીર રામદેવ
હાચો રે ધણી રે મારો પીર રામદેવ

કોઠું રે ભરીને વણઝારો હાલિયો રે હો
વણઝારાના વચન રામા એ હાંભળ્યા રે
એ મિસરીનું કરી દીધ્યુ વ્હાલે લૂણ લૂણ
એ મિસરી નું કરી દીધ્યુ વ્હાલે લૂણ લૂણ
ધન બાવાજી રે
એ હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી ઓ
માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ

મધદરિયે પોકારે પીર ને વાણિયો રે
મધદરિયે પોકારે પીર ને વાણિયો રે
એ ડૂબતા તાર્યા વાણીયાના વાણ વાણ
એ ડૂબતા તાર્યા વાણીયાના વાણ વાણ
ધન બાવાજી રે ઓ
માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ
હાચો રે ધણી રે મારો પીર એક રામદેવજી

હરિના ચરણે રે હરજી ભાટી બોલિયાં
હરિના ચરણે રે હરજી ભાટી બોલિયાં રે
એ દેજ્યો અમને
દેજ્યો અમને ચરણોમાં વાસ વાસ
એ પીર દેજ્યો ચરણોમાં વાસ વાસ
ધન બાવાજી રે
હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી ઓ

માતા રે મીનલદે ના રામદેવ
પીર મારો નોધારાનો રે આધાર આધાર
એ ધણી મારો નોધારાનો રે આધાર આધાર
ધન બાવાજી રે
હાચો રે ધણી રે મારો પીર રામદેવ
માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ ઓ
હાચો રે ધણી રે મારો પીર રામદેવજી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *