लोमश मुनि ने अद्वैत के गुण गाएँ
तब मुनिष रघुपति गुन गाथा । कहे कछुक सादर खगनाथा ॥
ब्रह्मग्यान रत मुनि बिग्यानि । मोहि परम अधिकारी जानी ॥१॥
लागे करन ब्रह्म उपदेसा । अज अद्वेत अगुन हृदयेसा ॥
अकल अनीह अनाम अरुपा । अनुभव गम्य अखंड अनूपा ॥२॥
मन गोतीत अमल अबिनासी । निर्बिकार निरवधि सुख रासी ॥
सो तैं ताहि तोहि नहिं भेदा । बारि बीचि इव गावहि बेदा ॥३॥
बिबिध भाँति मोहि मुनि समुझावा । निर्गुन मत मम हृदयँ न आवा ॥
पुनि मैं कहेउँ नाइ पद सीसा । सगुन उपासन कहहु मुनीसा ॥४॥
राम भगति जल मम मन मीना । किमि बिलगाइ मुनीस प्रबीना ॥
सोइ उपदेस कहहु करि दाया । निज नयनन्हि देखौं रघुराया ॥५॥
भरि लोचन बिलोकि अवधेसा । तब सुनिहउँ निर्गुन उपदेसा ॥
मुनि पुनि कहि हरिकथा अनूपा । खंडि सगुन मत अगुन निरूपा ॥६॥
तब मैं निर्गुन मत कर दूरी । सगुन निरूपउँ करि हठ भूरी ॥
उत्तर प्रतिउत्तर मैं कीन्हा । मुनि तन भए क्रोध के चीन्हा ॥७॥
सुनु प्रभु बहुत अवग्या किएँ । उपज क्रोध ग्यानिन्ह के हिएँ ॥
अति संघरषन जौं कर कोई । अनल प्रगट चंदन ते होई ॥८॥
(दोहा)
बारंबार सकोप मुनि करइ निरुपन ग्यान ।
मैं अपनें मन बैठ तब करउँ बिबिध अनुमान ॥ १११(क) ॥
क्रोध कि द्वेतबुद्धि बिनु द्वैत कि बिनु अग्यान ।
मायाबस परिछिन्न जड़ जीव कि ईस समान ॥ १११(ख) ॥
લોમશ મુનિનો અદ્વૈત પર ભાર
મુનીશ્વરે રઘુપતિ ગુણવાત કહી અલ્પ સાદર ખગનાથ !
બ્રહ્મજ્ઞાનરત મુનિ વિદ્વાન સમજી મુજ અધિકાર મહાન.
કરવાને લાગ્યા ઉપદેશ, અજ અદ્વૈત અગુણ હૃદયેશ,
અકલ અનીહ અનામ અરૂપ, અનુભવગમ્ય અખંડ અનૂપ.
મનગોતીત અમલ અવિનાશ નિર્વિકાર નિરવધિ સુખવાસ;
તે તું, ના તુજ તેનો ભેદ વારિ વીચિસમ કથતા વેદ.
આપ્યો બ્રહ્મતણો ઉપદેશ, નિર્ગુણ મત ના ભાવ્યો લેશ;
બોલ્યો હું નમવી પદ શીશ સગુણભક્તિને કહો મુનીશ !
રામભક્તિ જલ મમ મન મીન, છૂટે કેમ મુનીશ પ્રવીણ ?
બતાવો હવે એ જ ઉપાય નિજ નયને નીરખું રઘુરાય.
નીરખું નયન ભરી અવધેશ પછી સુણું નિર્ગુણ ઉપદેશ;
ગાઈ મુનિએ કથા અનૂપ, હરિનું કહ્યું અગુણ સ્વરૂપ.
નિર્ગુણ મતને કરતાં દૂર સગુણ કહ્યો મેં હઠ ભરપૂર;
ઉત્તર પ્રત્યુત્તર મેં કર્યા મુનિવર ત્યારે ક્રોધિત થયા.
અધિક અવજ્ઞા કોઈ કરે ક્રોધ થાય તો જ્ઞાની ઉરે,
કરે જો અતિશય ઘર્ષણ કોય અનલ પ્રગટ ચંદનથી હોય.
(દોહરો)
વારંવાર સકોપ મુનિ કહેવા લાગ્યા જ્ઞાન,
ત્યારે હું મનમાં રહ્યો કરી વિવિધ અનુમાન.
ક્રોધ દ્વૈત વિણ થાય ના દ્વૈત વિના અજ્ઞાન;
માયાવશ પરિછિન્ન જડ જીવ શું ઈશ સમાન ?