Monday, 23 December, 2024

Sage Lomash give Ram-mantra to Kakbhushundi

175 Views
Share :
Sage Lomash give Ram-mantra to Kakbhushundi

Sage Lomash give Ram-mantra to Kakbhushundi

175 Views

काकभुशुंडी की भक्ति देखकर लोमश मुनि ने राममंत्र दिया
 
सुनु खगेस नहिं कछु रिषि दूषन । उर प्रेरक रघुबंस बिभूषन ॥
कृपासिंधु मुनि मति करि भोरी । लीन्हि प्रेम परिच्छा मोरी ॥१॥
 
मन बच क्रम मोहि निज जन जाना । मुनि मति पुनि फेरी भगवाना ॥
रिषि मम महत सीलता देखी । राम चरन बिस्वास बिसेषी ॥२॥
 
अति बिसमय पुनि पुनि पछिताई । सादर मुनि मोहि लीन्ह बोलाई ॥
मम परितोष बिबिध बिधि कीन्हा । हरषित राममंत्र तब दीन्हा ॥३॥
 
बालकरूप राम कर ध्याना । कहेउ मोहि मुनि कृपानिधाना ॥
सुंदर सुखद मिहि अति भावा । सो प्रथमहिं मैं तुम्हहि सुनावा ॥४॥
 
मुनि मोहि कछुक काल तहँ राखा । रामचरितमानस तब भाषा ॥
सादर मोहि यह कथा सुनाई । पुनि बोले मुनि गिरा सुहाई ॥५॥
 
रामचरित सर गुप्त सुहावा । संभु प्रसाद तात मैं पावा ॥
तोहि निज भगत राम कर जानी । ताते मैं सब कहेउँ बखानी ॥६॥
 
राम भगति जिन्ह कें उर नाहीं । कबहुँ न तात कहिअ तिन्ह पाहीं ॥
मुनि मोहि बिबिध भाँति समुझावा । मैं सप्रेम मुनि पद सिरु नावा ॥७॥
 
निज कर कमल परसि मम सीसा । हरषित आसिष दीन्ह मुनीसा ॥
राम भगति अबिरल उर तोरें । बसिहि सदा प्रसाद अब मोरें ॥८॥
 
(दोहा)
सदा राम प्रिय होहु तुम्ह सुभ गुन भवन अमान ।
कामरूप इच्धामरन ग्यान बिराग निधान ॥ ११३(क) ॥ 
 
जेंहिं आश्रम तुम्ह बसब पुनि सुमिरत श्रीभगवंत ।
ब्यापिहि तहँ न अबिद्या जोजन एक प्रजंत ॥ ११३(ख) ॥
 
કાકભુશુંડિજીની ભક્તિ જોઇ લોમશ મુનિ રામમંત્ર પ્રદાન કરે છે
 
ખગેશ, નવ કો ઋષિનું દૂષણ, ઉરપ્રેરક રઘુવંશ વિભૂષણ;
કૃપાસિંધુએ મુનિમતિ ટાળી લીધી પ્રેમપરીક્ષા મારી.
 
મનવચને જાણી નિજ પ્રાણ મુનિમતિ પલટાવી ભગવાન;
ઋષિ મુજ જોઈ શીલ સમેત રામચરણ વિશ્વાસ વિશેષ.
 
કરવા લાગ્યા પશ્ચાત્તાપ વિસ્મય પામી વારંવાર,
પ્રેમથકી બોલાવી પાસ સંતોષ ધર્યો મુજને ખાસ.
 
બાળસ્વરૂપ રામનું ધ્યાન મુજને આપ્યું કૃપાનિધાન,
રામમંત્રને કર્યો પ્રદાન, સુખદ ઠર્યું એ સુંદર ધ્યાન.
 
અલ્પ સમય ત્યાં રાખી મને કથા કહી સંપૂર્ણપણે,
રામચરિતમાનસને કહ્યું, રહસ્ય મુનિના મુખથી વહ્યું.
 
(દોહરો)
શંભુકૃપાથી મેળવ્યું રામચરિતસર ગુપ્ત,
રામભક્ત જાણી બધું આજ વર્ણવ્યું લુપ્ત.
 
રામભક્તિ પ્રગટી નથી જેના અંતરમાં,
એને ના કહેવું કદી ચરિત રામનું આ.
 
મુનિએ સમજાવ્યો મને વિવિધ પ્રકારે એમ,
મુનિચરણે મસ્તક ધર્યું ત્યારે મેં સપ્રેમ.
 
કરકમળે સ્પર્શી મને આપ્યા આશીર્વાદ,
રામભક્તિ તુજ અંતરે વસશે અવિચલ ગાઢ.
 
રામપ્રિય થશે નિત્ય તું શુભગુણધામ અમાન,
કામરૂપ ઈચ્છામરણ જ્ઞાન વિરક્તિ નિધાન.
 
વસશે રઘુવરને સ્મરી જે આશ્રમમાં તું,
ત્યાં રહેશે યોજન સુધી દળ ન અવિદ્યાનું.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *