Sunday, 5 January, 2025

સાહબ હૈ રંગરેજ

370 Views
Share :
સાહબ હૈ રંગરેજ

સાહબ હૈ રંગરેજ

370 Views

સાહબ હૈ રંગરેજ, ચુનરિ મોરિ રંગ ડારી.

સ્યાહી રંગ છુડાય કે રે, દિયો મજીઠા રંગ
ધોવે સે છૂટે નહિં રે, દિન દિન હોત સુ-રંગ … સાહબ હૈ

ભાવ કે કુણ્ડ નેહ કે જલ મેં, પ્રેમ રંગ દઈ બોર,
દુઃખ દેઈ મૈલ લુટાય દે રે, ખુબ રંગી ઝકઝોર … સાહબ હૈ

સાહબને ચુનરી રંગી રે, પ્રીતમ ચતુર સુજાન,
સબ કુછ ઉન પર બાર દુઁ રે, તન મન ધન ઔર પ્રાણ … સાહબ હૈ

કહૈં કબીર રંગરેજ પિયારે, મુઝ પર હુઆ દયાલ,
શીતલ ચુનરિ ઓઢિ કે રે, ભઈ હૌં મગન નિહાલ … સાહબ હૈ.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે મારો સાહેબ રંગરેજ એટલે કે કપડાં રંગવાવાળો છે, જેણે મારી શરીરરૂપી ચુંદડી રંગી નાખી. મોહ, માયા, મમતારૂપી શાહીનો રંગ હઠાવીને મજીઠાનો રંગ (એક પ્રકારની વેલ જેમાંથી સુંદર લાલ રંગ નીકળે) લગાવ્યો. અને એ પણ એવો છે કે ધોવાથી છુટે નહીં અને દિવસે દિવસે ગાઢ થતો જાય. મારી શરીરરૂપી ચુંદડી ઈશ્વરના પ્રેમમાં ન્હાઈને અને પ્રેમરૂપી રંગથી બોળાવાથી દુઃખદાયી મેલથી મુક્ત થઈ છે. મારા ગુરૂ (સાહબ), જેમણે આ કર્યું એના પર હું મારું તન, મન, ધન સર્વસ્વ અર્પણ કરી દઉં. કબીર સાહેબ કહે છે કે મારા સાહેબે મારી પર કૃપા કરી, મને પોતાના સ્વરૂપનો સ્વાનુભવ કરાવ્યો એથી હું હવે જ્ઞાનરૂપી શીતળ ચુંદડી ઓઢીને સર્વ બંધનોથી મુક્ત થઈ ગયો, મગન અને ન્યાલ થઈ ગયો.

English

Sahib Hai Rangrej Chunri Mori Rang Daari

Syaahi Rang Churaye ke re Diyo Majitha Rang
Dhoye Se Chhute Nahin Re Din Din Hote Su rang

Bhav Ke Kund Neh Ke Jal Mein Prem Rang Dayee Bore
Dukh Deh Mael Lutaye De Re Khoob Rangi JhakJhore

Sahib Ne Chunri Rangi Re Preetam Chatur Sujaan
Sab Kutch Un Par Vaar Dun Re Tan Man Dhan Aur Pran

Kahat Kabir Rangrej Piyare Mujh Par Huye Dayal
Seetal Chunri Orike Re Bhayee Haun Magan Nihaal

Hindi

साहब है रंगरेज, चुनरी मोरी रंग डारी ।

स्याही रंग छुडायके रे, दियो मजीठा रंग,
धोये से छूटे नहीं रे, दिन दिन होत सु-रंग .. साहब.

भाव के कूंड नेह के जल में, प्रेम रंग देई बोर,
दुःख देह मैल लुटाय दे रे, खुब रंगी झकझोर … साहब.

साहब ने चुनरी रंगी रे, प्रीतम चतुर सुजान,
सब कुछ उन पर वार दूँ रे, तन मन धन और प्रान … साहब.

कहत कबीर रंगरेज पियारे, मुझ पर हुए दयाल,
शीतल चुनरी ओढिके रे, भई हौं मगन निहाल … साहब.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *