Monday, 23 December, 2024

Saiyar Dhol Na Taale Lyrics in Gujarati

137 Views
Share :
Saiyar Dhol Na Taale Lyrics in Gujarati

Saiyar Dhol Na Taale Lyrics in Gujarati

137 Views

સૈયર ઢોલના તાલે રે રમવા ને હું ગુજરાતણ નિકળી
સૈયર ઢોલના તાલે રે રમવા ને હું ગુજરાતણ નિકળી
સોળ સજી શણગાર ને પહેરી ચણીયાચોળી જબરી
સોળ સજી શણગાર ને પહેરી ચણીયાચોળી જબરી
સૈયર ઢોલના તાલે રે રમવા ને હું ગુજરાતણ નિકળી …

ઘમમર ઘમમર ઘુમે ગરબો ભદ્રકાળી માથે
દીવડીયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે

જય જય અંબે માં જય જય જગદંબા

ઘમમર ઘમમર ઘુમે ગરબો ભદ્રકાળી માથે
દીવડીયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે
એ ગરબાના ચાંદરડા …
એ ગરબાના ચાંદરડા જાણે રમતા સંતાકુકડી
સૈયર ઢોલના તાલે રે રમવા ને હું ગુજરાતણ નિકળી …

હે ગરબે રમવા આવી છું માં ચુંદડી ઓઢી માથે
દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે

ડગલે ને પગલે સાથે રહેજો
ડગલે ને પગલે સાથે

એ ગરબે રમવા આવી છું માં ચુંદડી ઓઢી માથે
દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે
માં અંબાને અરજ કરૂં હું …
માં અંબાને અરજ કરૂં હું સાંભળજો માવલડી
સૈયર ઢોલના તાલે રે રમવા ને હું ગુજરાતણ નિકળી …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *