Sunday, 22 December, 2024

Saiyar Lyrics in Gujarati

185 Views
Share :
Saiyar Lyrics in Gujarati

Saiyar Lyrics in Gujarati

185 Views

સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત
સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત

ઢોલીડા ઢોલ રે વગાડજે રાત આખી
કોઈ રમવામાં રહી જાય ના બાકી
ઢોલીડા ઢોલ રે વગાડજે રાત આખી
કોઈ રમવામાં રહી જાય ના બાકી
જો જે રમવામાં રહી નો જાય બાકી

સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત
ગરબે રમતા જોઈ સૌને હરખે મોરી માં

નવ નવ નોરતાની અંજવાળી રાત
રંગભર રમશું સૈયર સંગાથ
નવ નવ નોરતાની અંજવાળી રાત
રંગભર રમશું સૈયર સંગાથ

રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝણકાર
ચૌદ ભુવનમાં ગુંજે માનો જયકાર
ચૌદ ભુવનમાં ગુંજે માનો જયકાર

સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત
સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત

તાળિયોના તાલે જુમે ઘરતી આકાશ
રમતી જાય રાત આવે પ્રભાત
કુમકુમ પગલાંને માથે માનો હાથ
મારા ધબકારામાં માનો જયકાર
મારા ધબકારામાં માનો જયકાર

સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત
ગરબે રમતા જોઈ સૌને હરખે મોરી માં

ઢોલીડા ઢોલ રે વગાડજે રાત આખી
કોઈ રમવામાં રહી જાય ના બાકી
જો જે રમવામાં રહી જાય ના બાકી

સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત
સરખી સૈયર ગરબે ઘુમે
ગરબાની છે રાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *