Sakhi Aajno Lhavo Lijiye Lyrics in Gujarati
By-Gujju02-05-2023
220 Views
Sakhi Aajno Lhavo Lijiye Lyrics in Gujarati
By Gujju02-05-2023
220 Views
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોને દીઠી છે
ફૂલની ગાદી ને ફૂલના તકિયા૨ -2
ફૂલના બીછાના બિછાવીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ….
સોનાના પારણાને રેશમની દોરી -2
હરખે શ્રીનાથજી જુલાવિએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ….
સોનાના સોગઠા ને રેશમની ચોપાટ -2
હીરલના પાસા ઢળાવીયે રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ….
વાણીના મેહુલાને આનંદની હેલી -2
સુખને સરવડે ભીંજાઈ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ…
શ્રી વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણિ -2
લળી લળી મુખડાં નિહાળીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ…