Tuesday, 16 July, 2024

સમાનાર્થી શબ્દો ધોરણ 10

527 Views
Share :
સમાનાર્થી શબ્દો ધોરણ 10

સમાનાર્થી શબ્દો ધોરણ 10

527 Views

ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.

Samanarthi Shabd Standard 10 Semester 1 and 2

સમાનાર્થી શબ્દો દરેક દરેક ચેપ્ટર માં આવતા હોય છે અને પરીક્ષા માં પણ પુછાતા હોય છે. બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરજીયાત સમાનાર્થી શબ્દો પૂછતા હોય છે. તમને ખબર હશે હવે દરેક પાઠ ની પાછળ શબ્દસમજૂતી માં પાઠ માં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે શબ્દ સમજુતી રીતે આવે છે.

અહીં ધોરણ 10 સેમેસ્ટર 1 અને ધોરણ 10 સેમેસ્ટર 2 માં આવતા સમાનાર્થી શબ્દો આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 10 સમાનાર્થી શબ્દો

[1] વૈષ્ણવજન

 • જન – માણસ, વ્યક્તિ; 
 • સકળ – બધું, સઘળું; 
 • પીડ – પીડા, દુ:ખ, 
 • પરાયું – બીજાનું, પારકું; 
 • તૃષ્ણા – લાલસા, ઇચ્છા; 
 • જનની – જન્મ આપનારી માતા, જનેતા; 
 • જિહ્વા – જીભ, (અહીં) વાણી; 
 • તન – શરીર, દેહ, 
 • વણલોભી – લોભ વિનાનું

[2] રેસનો ઘોડો

 • નિર્દોષ – દોષ વિનાનું
 • ઉમળકો – હેતનો ઊભરો
 • લિજ્જત – લહેજત, મજા
 • માયકાંગલું – નબળું, માડિયું

[3] શીલવંત સાધુને

 • શીલવંત – શીલવાળું, સદાચારી, ચારિત્રવાન; 
 • ઉર – હૈયું
 • મિથ્યા – ફોગટ, વ્યર્થ
 • પ્રહર – ત્રણ કલાક, સાડા સાત ઘડી

[4] ભૂલી ગયા પછી

 • પ્રતિકાર – સામનો
 • અણધારી – ઓચિંતી
 • નૈસર્ગિક – કુદરતી
 • શૌર્ય – બહાદરી, વીરતા
 • શુષ્ક – નીરસ, ગોપિત-છૂપી
 • તથ્ય – હકીકત
 • રઝા – મરજી, ઇચ્છા
 • બુલંદ – ભવ્ય,(અહીં) ઊંચી યોગ્યતાવાળું

[5] દીકરી

 • સ્નેહ – પ્રેમ
 • ફડક – ચિંતા
 • શિરન્મસ્તક – માથુ
 • ફલક – વિસ્તાર
 • પલક – પાંપણનો પલકારો
 • ઝલક – શોભા, તેજસ્વિતા
 • ખડકધારદાર – ભેખડ
 • ગૌરીવ્રત – ગૌરી (પાર્વતી) પૂજાનું વ્રત

[6] વાઈરલ ઈન્ફેક્શન

 • બેદરકાર – કાળજી વગરનું
 • મથવું – મહેનત કરવી (અહીં) પ્રયત્ન કરવો
 • વાઈરલ – રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું
 • સાધના – સાધવું તે; નીરોગી-તંદુરસ્ત, આરોગ્યમય
 • પ્રહાર – ધા
 • કાર્ડિયોગ્રામ – હૃદયના ધબકારા આલેખતું યંત્ર 
 • સંકટ – આપત્તિ, આફત
 • અહંકાર – અભિમાન
 • સાઈકીએટ્રિસ્ટ – મનોચિકિત્સક

[7] હું એવો ગુજરાતી

 • રત્નાકરસમુદ્ર, – રત્નોના ભંડારરૂપ સાગર
 • સાવજ – સિંહ
 • સુધા – અમૃત
 • આયુધ – શસ્ત્ર, હથિયાર
 • પિંડ – આકાર, ઘાટ
 • ભૃગભમરો – ભ્રમર
 • પ્રાણ – શ્વાસ (અહીં) અસ્તિત્વ
 • ફૂલે – વિક્સે

[8] છત્રી

 • સાઈઝ – કદ, માપ
 • ઉપાય – ઈલાજ (અહીં) યુક્તિ
 • ટકાઉ – ટકી રહે તેવું, મજબૂત
 • મિથ્યા – ફોગટ, વ્યર્થ, નકામું
 • આચરણ – વર્તન
 • સાન્નિધ્ય – સમીપતા
 • ક્ષમાયાચના – ક્ષમા માગવી તે
 • કારગત – સફળ
 • વાર – વિલંબ
 • જડવું – મળવુ

[9] માધવને દીઠો છે ક્યાંય ?

 • વિખૂટું – અલગ, જદ પડેલું
 • સૂર – સ્વર
 • કદંબ-એક વૃક્ષ (જેના પર બેસી શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હતા)
 • લે’રખી-પવનની લહેર
 • વિભાવરી-રાત્રી, નિશા
 • ઉજાસ-અજવાળું
 • પરખાય-ઓળખાય
 • માધવ-કૃષ્ણ, શ્યામ
 • મયંક-ચંદ્ર

[10] ડાંગવનો અને…

 • ઘરોબો- નિકટતા, પરિવાર જેવો સંબંધ
 • આછેરો – થોડો
 • ક્ષિતિજ – પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, (અહીં) ક્ષિતિજ સુધી
 • ચિક્કાર – ખૂબ જ, અતિશય
 • ગાયબ – અદશ્ય
 • અંજલિ – ખોબો
 • શંકિત – શંકાશીલ
 • આદિમ – પ્રારંભનું, મૂળનું
 • વનસંપદા – વનની સંપત્તિ
 • હેમ – સુવર્ણ, સોનું
 • કનક – છાકનશો, કેફ
 • ઓથ – સહારો
 • સન્નિધિ – સમીપતા
 • ગજથ – હાથીનું ટોળું
 • સાયુજ્ય – એક થઈ જવું તે
 • બુભુક્ષ – ભૂખ્યું
 • રૂબરૂ -પ્રત્યક્ષ
 • ગિરા – વાણી, ભાષા
 • ઘાયલ – જખમી(અહીં) પ્રેમથી ઓતપ્રોત

[11] શિકારીને

 • સંહાર – નાશ
 • પ્રબળ – થાત
 • રૂડું – સારું, સુંદર
 • આર્દ્રતા – ભીનાશ
 • મૃદતા – માયાળપણું
 • લતાવેલ – વેલી
 • ઘટવું – શોભવું
 • હને – તને
 • સુણવું – સાંભળવું

[12] ચોપડાની ઇન્દ્રજાળ

 • દાયકો – દસકો, દસ વર્ષનો સમયનો ગાળો
 • ઋણ – દેવું, કરજ
 • ઉજ્જડ જમીન – વેરાન જમીન
 • વેઠ કરવી – આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ
 • ધીરધાર – વ્યાજે નાણાંની આપ-લે કરવી
 • પુષ્કળ – ખૂબ, અતિશય
 • શાહકાર – ધનવાન, પૈસાદાર
 • મુક્ત – આઝાદ, સ્વતંત્ર
 • મુદલ – મૂળ રકમ

[13] વતનથી વિદાય થતાં

 • કોઢાર – ઢોરને બાંધવાની જંગા
 • કેડી – સાંકડો પગરસ્તો, પગદંડી
 • પાય – પગ, તરાડ
 • વેકુર – નદીની કાંકરાવાળી જાડી રેતી
 • ઉપરવાસ – પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા
 • ભૂત – ભૂતકાળ, થઈ ગયેલું
 • વેઠિયા – વગર મહેનતાણાથી કામ કરનાર

[14] જન્મોત્સવ

 • કિનખાબ – જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ
 • તરકીબ – યુક્તિ
 • સૂમસામ – એકદમ શાંત
 • આશ્રય – આશરો
 • ફગફગિયો દીવો – જેની જ્યોત હાલકડોલક થતી હોય તેવો દીવો
 • કણસવું – દુઃખને લીધે ઊંહકારા કરવા
 • તુમુલ – દાણ, ભયાનક
 • પ્રભાત – સવાર
 • લિબાસ – પોશાક, પહેરવેશ
 • પર્વ – ન્તહેવાર, ઉત્સવ
 • કરામત – કારીગરી
 • ભોર – પરોઢિયું
 • અક્કરમી – અભાગિયું

[15] બોલીએ ના કાંઈ

 • વેણ – વચન, બોલ
 • નેણસ્નયન – નેત્ર, લોચન
 • વા – વાયુ, પવન
 • કૂપ – કૂવો
 • વ્યથા – શારીરિક તેમજ માનસિક દુઃખ, પીડા
 • ઈતર – બીજું, અન્ય
 • તારલિયો અંધાર – માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર
 • વિજન -માણસની અવરજવર વિનાનું, વેરાન
 • આરે – છેડે (અહીં) પાદરે
 • દારુણ – ભયાનક, વિકરાળ
 • અવ – બીજું
 • લખનો મેળો – લાખો માણસોનો સમૂહ (અહીં) ટોળું

[16] ગતિભંગ

 • અણસાર – ઈશારો, સંકેત
 • આથમવું – અસ્ત પામવું, પડતી દશામાં આવવું
 • વેગ – ગતિ, ઝડપ
 • ભાવાર્ધ – ભાવવિભોર, ભાવથી માયાળુ
 • દશા – સ્થિતિ, હાલત
 • સાવધ – હોશિયાર, ખબરદાર
 • સ્મૃતિ – સંસ્મરણો, યાદગીરી
 • અડવિડયું – અડબડયું, લથડિયું
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *