Saturday, 2 November, 2024

સમાસ ગુજરાતી વ્યાકરણ

526 Views
Share :
સમાસ ગુજરાતી વ્યાકરણ

સમાસ ગુજરાતી વ્યાકરણ

526 Views

સમાસ અર્થ અને કાર્ય :

સમાસ એટલે શું?

જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દબને છે તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે.

શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે.

સમાસ = સમ્ + આસ. જેમાં ‘સમ્’ એટલે સરખું અને ‘આસ’ એટલે ગોઠવણી. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ.

સમાસ – વિગ્રહ :

સામાસિકપદ બે પદોનું બનેલું હોય, ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે. જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય તેમાં પહેલા પદ (પૂર્વપદ) અને છેલ્લા પદ (ઉત્તરપદ)ની વચ્ચેનાં પદ મધ્યમપદ કહેવાય.

સમાસનાં બન્ને કે (બે થી વધુ હોય ત્યારે) બધાંય પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટાં પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે.

સમાસનો વિગ્રહ કરતી વખતે તેનાં પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુગ (પ્રત્યય) મૂકવામાં આવે છે અથવા સંબંધવાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે.

દા.ત.

સામાસિક પદ | લેણદેણ, વધેઘટે

વિગ્રહ | લેણ અને દેણ, વધે કે ઘટે

સમાસના પ્રકારો કેટલા?

ગુજરાતી વ્યાકરણમા સમાસ ના મુખ્ય સાત (7) પ્રકાર છે. જે નીચે મુજબ છે.

  1. દ્વન્દ સમાસ
  2. તપુરુષ સમાસ 
  3. મધ્યમપદલોપી સમાસ 
  4. ઉપપદ સમાસ 
  5. કર્મધારય સમાસ 
  6. બહુવ્રીહિ સમાસ 
  7. અવ્યવીભાવ સમાસ

હવે આપડે સમાસના દરેક પ્રકારોની વિસ્તૃત સમજ મેળવીએ.

1. દ્વન્દ સમાસ 

જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય કેવિકલ્પનો એટલે કે ‘અને’  અથવા  ‘કે’ નો સંબંધ હોય તેને દ્વન્દ સમાસ કહે છે. 

દા.ત.: ભાઈબહેન = ભાઈ અને બહેન

ઉદાહરણ :

  • ત્રણચાર = ત્રણ કે ચાર 
  • માતાપિતા = માતા અને પિતા
  • આબોહવા = આભ અને હવા
  • વેરઝેર =વેર અને ઝેર

2. તપુરુષ સમાસ

જે સમાસમાં પ્રથમ શબ્દ (પૂર્વપદ) પછીના શબ્દ (ઉત્તરપદ) સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તપુરુષ સમાસ કહે છે.

સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે એટલે કે પૂર્વપદ કરતાં ઉત્તરપદ વધારે મહત્ત્વનું હોય છે.

3. મધ્યમપદલોપી સમાસ

તપુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યય લોપ પામ્યો હોય છે, જ્યારે આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું ‘મધ્યમ પદ’ લોપ પામેલું હોય છે.

વિગ્રહ કરતી વખતે મધ્યમપદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે.

ઉદાહરણ :

  • આગગાડી = આગ વડે ચાલતી ગાડી
  • ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી 
  • દીવાદાંડી = દીવો બતાવતી દાંડી 
  • આરામખુરશી = આરામ કરવા માટેની ખુરશી 
  • દવાખાનું = દવા માટેનું ખાનું
  • દીવાસળી = દીવો પેટાવનારી સળી

ગુજરાત માં લેવાતી મોટા ભાગની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા ઓછામાં ઓછો એક પ્રશ્ન ગુજરાતી વ્યાકરણ વિભાગમાં સમાસ નો હોય છે.

4. ઉપપદ સમાસ

પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે, પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, ક્રિયાધાતુ હોય છે.

દા.ત.: 

  • નીરજ = નીરમાં જન્મનાર
  • પાપડતોડ = પાપડને તોડનાર
  • પગરખું = પગનું રક્ષણ કરનાર 
  • ગ્રંથકાર = ગ્રંથનો કરનાર 
  • ગૃહસ્થ = ગૃહમાં રહેનાર
  • આનંદજનક = આનંદને જન્માવનાર 

5. કર્મધારય સમાસ

તપુરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે બીજીથી સપ્તમી વિભક્તિ સુધીના સંબંધ હોય છે. જ્યારે કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલાં હોય છે. તેમાં એક પદ, વિશેષણ અને બીજું પદ વિશેષ હોય છે અથવા બંને પદ વિશેષણ હોય છે. 

દા.ત.: 

  • મહાદેવ = મહાન એવા દેવ 
  • મહોત્સવ = મહાન ઉત્સવ 
  • કાજળકાળી = કાજળ જેવી કાળી 
  • નરસિંહ = સિંહ જેવો નર
  • દેહલતા = દેહ રૂપી લતા 
  • જ્ઞાનસાગર = જ્ઞાનરૂપી સાગર
  • પરદેશ = પર (બીજો) દેશ

6. બહુવવ્રીહિ સમાસ

કર્મધારય સમાસની જેમ બહુવ્રીહિ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદવિશેષ્ય હોય છે. છતાં આ બંને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત છે. કર્મધારય સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે જયારે બહુવ્રીહિ સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે.

બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેનાં, જેમનાં, જેમાં, જેમનામાં વગેરે ‘જે’ સર્વનામના રૂપો વપરાય છે. 

બહુવ્રીહિ સમાસના બંને પદો વચ્ચે વિશેષણ – વિશેષ્યનો સંબંધ ઉપમાન – ઉપમેયનો સંબંધ હોય છે.

દા. ત. :

  • ગજાનન = ગજના જેવું આનન (મુખ) જેનું છે તે
  • ધર્મનિષ્ઠ = ધર્મમાં જેમની નિષ્ઠા છે એવો
  • હતાશ = જેની આશા હતા (ખતમ) થઇ છે તેવો
  • એકચિત્ત = એક છે ચિત્ત જેમનું તે
  • નકામું = થી કામ જેનું તે
  • ચોપગું = ચાર છે પગ જેના તે
  • મુશળધાર = મુશળ જેવી છે ધાર જેની તે

7. અવ્યવીભાવ સમાસ

જે સમાસ અવ્યય અથવા ક્રિયાવિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યવીભાવ સમાસ કહે છે. પૂર્વપદ અવ્યય પર યથા, પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવ્યય તરીકે વપરાતો હોય તેવા સમાસને અવ્યયીભાવ કહે છે.

દા.ત.: 

  • યથાશક્તિ = યથાશક્તિ પ્રમાણે
  • ચોતરફ = ચારે તરફ
  • આબાલવૃદ્ધ = બાળકથી માંડી વૃદ્ધ સુધી
  • યથાબુદ્ધિ = બુદ્ધિ પ્રમાણે
  • પ્રતિદિન = પ્રત્યેક દિને
  • યથાર્થ = યોગ્ય રીતે
  • રાતોરાત = રાતે ને રાતે

સમાસના ઉદાહરણો 

1. દ્વન્દ સમાસ ના ઉદાહરણો

  • માતાપિતા – માતા અને પિતા
  • લાલપીળું – લાલ અને પીળું
  • અન્નપાણી – અન્ન અને પાણી
  • બેચાર – બે કે ચાર
  • શાકભાજી – શાક કે ભાજી
  • તડકાછાયડા – તડકા અને છાયડા
  • અંદર-બહાર – અંદર કે બહાર
  • જનમોજનમ – જનમ અને જનમ
  • લોચનમન – લોચન અને મન
  • નિગમઅગમ – નિગમ અને અગમ
  • રાતદિવસ – રાત અને દિવસ
  • સંકલ્પવિકલ્પ – સંકલ્પ અને વિકલ્પ
  • મુખોમુખ – મુખ અને મુખ
  • રામલખમણ – રામ અને લખમણ
  • દંપતી – પતિ અને પત્ની
  • સૂરણબટાટા – સૂરણ અને બટાટા
  • સ્ત્રીપુરુષ – સ્ત્રી અને પુરુષ
  • નાટકસિનેમા – નાટક અને સિનેમા
  • દાળચોખા – દાળ અને ચોખા
  • એકબે – એક કે બે 
  • દાળભાત – દાળ અને ભાત 
  • બાળબચ્ચાં – બાલ કે બચ્ચાં 
  • પૂજા-પ્રાર્થના – પૂજા કે પ્રાર્થના 
  • સવારસાંજ – સવાર અને સાંજ 
  • ખાધું પીધું – ખાધું અને પીધું 
  • સાઠસિત્તેર – સાઠ કે સિત્તેર 
  • વાડી ખેતર – વાડી અને ખેતર 
  • કાનનાક – કાન અને નાક 
  • પાંચપંદર – પાંચ કે પંદર 
  • વહેલીમોડી – વહેલી કે મોડી 
  • રાતદિ’ – રાત અને દિવસ

2. તત્પરુષ સમાસ ઉદાહરણો

  • ભૂતળ – પૃથ્વીની સપાટી, ભૂ (પૃથ્વી)નું તળ
  • રાજકુમાર – રાજાનો કુમાર
  • રાજમહેલ – રાજાનો મહેલ
  • ગામસીમાડે – ગામના સીમાડે ગદા 
  • પ્રહાર – ગદાનો પ્રહાર 
  • રત્નજડિત – રત્નથી જડિત 
  • અરુણઉદય – અરુણનો ઉદય 
  • પત્રવ્યવહાર – પત્રનો વ્યવહાર 
  • વનવાસ – વનમાં વાસ 
  • નંદકુમાર – નંદનો કુમાર 
  • સંસારસેવક – સંસારના સેવક 
  • મિટ્ટીકરણ – મિટ્ટીનો કણ 
  • માનવજાત – માનવની જાત 
  • પૃથિવીવલ્લભ – પૃથિવીનો વલ્લભ 
  • નૌકારોહણ – નૌકાનું આરોહણ 
  • રાજભવન – રાજાનું ભવન 
  • ચિંતાભરી – ચિંતાથી ભરેલી 
  • પુણ્યપ્રભાવ – પુણ્યનો પ્રભાવ 
  • સ્નેહભીની – સ્નેહથી ભીની 
  • મોહાંધ – મોહથી અંધ 
  • ગજેન્દ્ર – ગજમાં ઇન્દ્ર (રાજા) 
  • દર્દભર્યા – દર્દથી ભરેલા 
  • પાપમુક્ત – પાપથી મુક્ત 
  • નિત્યક્રમ – નિત્યનો ક્રમ 
  • ધ્યાનભંગ – ધ્યાનથી ભંગ
  • નરપુંગવ – નરોમાં પુંગવ (શ્રેષ્ઠ)
  • જળધારા – જળની ધારા 
  • સર્પદંશ – સર્પનો દંશ 
  • ગોવિંદગુણ – ગોવિંદના ગુણ 
  • વૃંદાવન – વૃંદાનું વન 
  • નંદકુંવર – નંદનો કુંવર 
  • નામાંકિત – નામથી અંકિત 
  • મતભેદ – મતનો ભેદ 
  • ક્રમભંગ – ક્રમનો ભંગ 
  • ઘરપ્રવેશ – ઘરમાં પ્રવેશ 
  • માયાજાળ – માયાની જાળ 
  • માનવજીવન – માનવનું જીવન 
  • વનપર્ટ – વનનો પટ 
  • રસભરેલાં – રસથી ભરેલાં 
  • વનલાવરી – વનની લાવરી 
  • યંત્રયુગ – યંત્રનો યુગ 
  • સર્જનખેલ – સર્જનનો ખેલ 
  • વૃક્ષપ્રીતિ – વૃક્ષ પ્રત્યેની પ્રીતિ 
  • વસ્ત્રાણ – વૃક્ષ અને ત્રાણ

3. મધ્યમપદલોપી સમાસ

  • દવાખાનું – દવા માટેનું ખાનું 
  • વર્તમાનપત્ર – વર્તમાન આપનારું પત્ર 
  • શિષ્યવૃત્તિ – શિષ્યને આપવામાં આવતી વૃત્તિ 
  • આગબોટ – આગ વડે ચાલતી બોટ 
  • આગગાડી – આગ વડે ચાલતી ગાડી
  • ઘોડાગાડી – ઘોડા વડે ચાલતી ગાડી 
  • વિધાલય -વિઘા મેળવવાનું આલય 
  • શાંતિનિકેતન – શાંતિ આપનાર નિકેતન 
  • સિંહાસન – સિંહની આકૃતિવાળું આસન 
  • વૃંદાવન – વૃંદાથી ભરેલું વન 
  • સભાગૃહ – સભા ભરવા માટેનું ગૃહ 
  • દીવાદાંડી – દીવો બતાવતી દાંડી 
  • પ્રમાણપત્ર – પ્રમાણ આપતું પત્ર 
  • ટપાલપેટી – ટપાલ નાખવાની પેટી 
  • લોકગીત – લોકો દ્વારા ગવાતું ગીત 
  • હાથરૂમાલ – હાથમાં રાખવાનો રૂમાલ આરામ 
  • ખુરશી – આરામ કરવા માટેની ખુરશી 
  • મરણપોક – મરણ સમયે મૂકવામાં આવતી પોક 
  • હાથચાલાકી – હાથ વડે કરવામાં આવતી ચાલાકી 
  • દહીંવડાં – દહીંમાં મેળવેલા વડા 
  • લોકવાયકા – લોકોમાં પ્રચલિત વાયકા 
  • મર્મવચન – મર્મથી ભરેલા વચન 
  • બ્રહ્મભોજન – બ્રાહ્મણોને અપાતું ભોજન 
  • કલ્પવૃક્ષ – કલ્પેલું આપનારું વૃક્ષ 
  • માનવકૃતિ – માનવે રચેલી કૃતિ 
  • રાહતકાર્ય – રાહત માટે આપવામાં આવતું કાર્ય 
  • કીર્તનઓચ્છવ – કીર્તન દ્વારા ઉજવાતો ઓચ્છવ 
  • કંચનચૂંડો – કંચનમાંથી બનાવેલ ચૂડો 
  • દુઃખવિયોગ – દુઃખ આપનાર વિયોગ 
  • સુંદરવરસંજોગ- સુંદરવર સાથે સંજોગ

4. ઉપપદ સમાસા

  • ગિરિધર – ગિરિને ધારણ કરનાર 
  • ભયંકર – ભય કરનાર 
  • ગોપાળ – ગાયોનો પાળનાર 
  • ગૃહસ્ય – ગૃહમાં રહેનાર 
  • શાનદા – જ્ઞાન આપનાર 
  • તટસ્થ – તટમાં રહેનાર 
  • પંકજ – પંકમાં જન્મનાર 
  • ગ્રંથકાર – ગ્રંથ કરવાવાળો બનાવનાર 
  • ધર્મજ્ઞ – ધર્મને જાણનાર 
  • સુધાકર – સુધાને કરનાર 
  • મનોહર – મનને હરનાર 
  • પૂર્વજ – પૂર્વે જન્મનાર 
  • સત્યવાદ – સત્ય વદનારે 
  • હરામખોર – હરામનું ખાનાર 
  • કદરદાન – કદરને જાણનાર 
  • તત્ત્વરા- તત્ત્વને જાણનાર 
  • ગૌરવપ્રદ – ગૌરવ આપનારું 
  • કૃતજ્ઞ – કૃતને જાણનાર 
  • ડંકાધારી – ડંકો ધારણ કનાર 
  • આયુધધારી – આયુધને ધારણ કરનાર 
  • નર્મદા – નર્મ (આનંદ) આપનાર 
  • ઉદ્ધારક – ઉદ્ધાર કરનાર 
  • પ્રેમદા – પ્રેમને અર્પનાર 
  • ગિરિધર – ગિરિને ધારણ કરનાર 
  • સ્વર્ગસ્થ – સ્વર્ગે રહેનાર 
  • પાપાચારી – પાપ આચરનાર 
  • પગરખું – પગનું રક્ષણ કરનાર 
  • વારિધિ – વારિને ધરનાર
  • અભયદા – અભય અર્પનાર
  • દિલદાર – દિલને દેનાર

5. કર્મધારય સમાસ

  • મહાસિદ્ધિ – મહાન એવી સિદ્ધિ 
  • ભક્તિપદારથ – ભક્તિરૂપી પદારથ 
  • પરમાર્થી – પરમ અર્થી 
  • શ્યામશરીર – શ્યામ એવું શરીર 
  • સુંદરવર – સુંદર એવો વર 
  • સતગુરુ – સાચો ગુરુ 
  • સતસંગ – સાચો સંગ 
  • પાણીપોચા – પાણી જેવું પોચું 
  • તીર્થોત્તમ – ઉત્તમ તીર્થ 
  • નવજાતા – નવી જાતા (જન્મેલ) 
  • અમૃતઝરા – અમૃત રૂપી ઝરો 
  • અમરવેલ – અમર એવી વેલ 
  • હરિવર – હરિ એજ વર 
  • પ્રીતિકાંઠા -પ્રીતિરૂપી કાંઠા 
  • પ્રીતમસાગર – પ્રીતમ એ જ સાગર
  • અધમણ – અડધો મણ 
  • દીર્ઘદૃષ્ટિ – દીર્ઘ એવી દૃષ્ટિ 
  • ગાયમાતા – ગાય એ જ માતા 
  • દુકાળ -દુષ્ટ કાળ 
  • ભૂતકાળ – વીતેલો કાળ 
  • લંબગોળ – લાંબુ ગોળ 
  • જ્ઞાનબળ – જ્ઞાન એ જ બળ 
  • પરમમિત્ર – પરમ મિત્ર 
  • સ્ત્રીરત્ન -સ્ત્રી એ જ રત્ન 
  • મહાશાળા – મહા શાળા 
  • મહાપુરુષ – મહાન એવો પુરુષ 
  • સર્જનખેલ – સર્જન એ જ ખેલ 
  • નવપલ્લવ – નવા પલ્લવો 
  • અમબોજ – અમરૂપી બોજ 
  • ભરપેટે – ભરેલા પેટે 
  • સુસ્વર – સારો સ્વર 
  • અંતર્ભાવ – અંદરનો ભાવ
  • મધ્યરાત્રિ- મધ્ય રાત્રિ 
  • વરદાન – શ્રેષ્ઠ દાન 
  • મધરાત – મધ્ય રાત 
  • આંતરપ્રવાહ – અંદરનો પ્રવાહ 
  • ભરસભા – ભરી સભા 
  • પરદેશ – બીજો દેશ 
  • અધમૂઓ – અર્થે મૂએલો 
  • દેહલત્તા – દેહરૂપી લત્તા 
  • કાજળકાળી – કાજળ જેવી કાળી 

6. બહુર્વીહી સમાસ

  • શ્યામશરીર – શ્યામ છે શરીર જેનું તે 
  • અજાણ – નથી જાણ જેને તે 
  • નિષ્ફળ – નિર્ગત છે ફળ જેમાંથી તે 
  • નિષ્કારણ -નિર્ગત છે કારણ જેમાંથી તે
  •  ઉગ્રીવ – ઊંચી છે ગ્રીવા જેમાં તે 
  • બહુરૂપી – બહુ છે રૂપ જેના તે 
  • અનર્ગળ – નથી અર્ગલ જેને તે 
  • દીર્ધદષ્ટિ – દીર્ઘ છે દૃષ્ટિ જેની તે
  • પાણીપંથો – પાણીના જેવો પંથ જેનો છે તે 
  • અમૂલ્ય – નથી મૂલ્ય જેનું તે 
  • અમર્યાદ – નથી મર્યાદા જેમાં તે 
  • સ્થિતપ્રજ્ઞ – સ્થિત છે પ્રજ્ઞા જેની તે 
  • નિઃસ્પૃહ – નિર્ગત છે સ્પૃહા જેમાંથી તે 
  • અવિભાજય – વિભાજય નહિ તે 
  • અખંડ – નથી ખંડ જેનો તે 
  • અભેદ – નથી ભેદ જેમાં તે 
  • ઇન્દ્રિયજડ – ઇન્દ્રિયો છે જડ જેની તે 
  • તાંબાવરણાં – તાંબા જેવો છે વર્ણ જેમનો તે 
  • નવપલ્લવ – નવા છે પલ્લવ જેને તે 
  • હતાશ – હત છે આશા જેની તે 
  • મયૂરવાહિની – મૂયર જેનું વાહન છે તે 
  • કૃતાર્થ – કૃત થયો છે અર્થ જેનો તે 
  • ક્ષણભંગુર – જેનો ક્ષણમાં નાશ થાય છે તે 
  • દામોદર – દોરડું છે જેના ઉદર પર તે 
  • ધર્મનિષ્ઠ – ધર્મમાં જેમની નિષ્ઠા છે એવો 
  • ક્ષણભંગુર – જેનો ક્ષણમાં નાશ થાય તે
  •  મહાસર્જક – મહાન સર્જન છે જેનું તે 
  • સત્યરૂપ – સત્ય છે રૂપ જેનું તે 
  • નિર્મળ – નથી કોઈ મળ જેમાં તે 
  • નિર્દોષ – નથી કોઈ દોષ જેમાં તે 
  • નીડર -નિર્ગત થયો છે ડર જેનો તે 

7. દ્વિગુ સમાસ અને તેના ઉદાહરણો 

કર્મધારય સમાસમાં વિશેષણને સ્થાને હોય છે. અહીં સંખ્યાવાચક વિશેષણ હોય છે. જેમકે.. 

  • ત્રિલોક – ત્રણ લોકનો સમૂહ 
  • પખવાડિયું – પંદર વારનો સમુદાય 
  • પંચતત્ત્વ – પાંચ તત્ત્વનો સમૂહ 
  • નવરાત્રિ – નવરાત્રિઓનો સમૂહ 
  • નવરસ – નવ રસનો સમૂહ 
  • નવરંગ – નવ રંગનો સમૂહ 
  • પંચનાદ – પાંચ નદીઓનો સ
  • મૂહ ત્રિભુવન – ત્રણ ભુવનનો સમૂહ 
  • પડેરસ – છ રસનો સમૂહ
  • ચોમાસું – ચાર માસનો સમૂહ 
  • સહસ્ત્રલિંગ – સહસ્ર લિંગનો સમૂહ 
  • પંચવટી – પાંચ વડનો સમૂહ 

પરીક્ષામાં પુછાયેલા સમાસ 

ગુજરાતી વ્યાકરણમાં Gujarati Samas અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે. અમે અહી નીચે પરીક્ષામાં પુછાઈ ગયેલા સમાસ મુક્યા છે.

  • દયાપાત્ર – તપુરુષ 
  • શશીવદની – બહુવ્રીહિ 
  • દીવાસળી – મધ્યમપદલોપી 
  • આવતાંજતાં – ધૂન્દ્ર 
  • મહોત્સવ – કર્મધારય 
  • વૃંદાવન – મધ્યમપદલોપી 
  • ફૂલડાં – કટોરી – મધ્યમપદલોપી 
  • અજળ – દ્વન્દ્ર 
  • આગગાડી – મધ્યમપદલોપી 
  • અમૃતઝારી – મધ્યમપદલોપી 
  • પગરખું – ઉપપદ 
  • જશોદા -ઉપપદ 
  • નિશદિન – દ્વન્દ્ર 
  • સધવા – બહુવ્રીહિ 
  • મનગમ્યું – તપુરુષ 
  • ચઢઊતર – દ્વન્દ્ર 
  • બ્રહ્મનાદ – તપુરુષ 
  • પરગામ – કર્મધારય 
  • અધખૂલી – કર્મધારય 
  • મહોત્સવ – કર્મધારય 
  • નખશિખ – બહુવ્રીહિ 
  • તડકાકુંપળો – કર્મધારય
  •  ભીનો ભીનો – દ્વન્દ્ર 
  • મરણપોક – મધ્યમપદલોપી 
  • મહાદેવ – કર્મધારય 
  • પંકજ – ઉપપદ તપુરુષ 
  • શ્યામવર્ણ – કર્મધારય 
  • તડકાકૂંપળ – કર્મધારય 
  • મરણપોક – મધ્યમપદલોપી 
  • જ્ઞાનમાત્ર- કર્મધારય
  • ચરણરજ – તપુરુષ
  •  મહારાજ – કર્મધારય 
  • ભયંકર – ઉપપદ 
  • અધખુલી – કર્મધારય 
  • મહાવીર – કર્મધારય 
  • ઘોડાગાડી – મધ્યમપદલોપી 
  • હીનકર્મ – કર્મધારય 
  • નરહરિ – મધ્યમપદલોપી 
  • પરદેશ – કર્મધારય 
  • છિન્નભિન્ન – દ્વન્દ્ર 
  • નિશદિન – દ્વન્દ્ર 
  • આગગાડી – મધ્યમપદલોપી
  •  વિચારવહેણ – કર્મધારય
  • દીવાદાંડી – મધ્યમપદલોપી 
  • વેળુછીપ – મધ્યમપદલોપી 
  • મનોહર – ઉપપદ
  •  લોકસભા – મધ્યમપદલોપી 
  • મૃગનયની – બહુવ્રીહિ
  •  દંપતી – ધૂન્દ્ર 
  • મરણપોક – મધ્યમપદલોપી 
  • દીવાસળી – મધ્યમપદલોપી 
  • ચીંથરેહાલ – બહુવ્રીહિ 
  • થાળીવાટકો – દ્વન્દ્ર
  • આમંત્રણપત્રિકા – મધ્યમપદલોપી 
  • લીલી લીલી – દ્વન્દ્ર 
  • વનવાસ – તપુરુષ 
  • સુવર્ણકાર – ઉપપદ 
  • વનવાસ – તત્ પુરુષ 
  • ચતુર્ભુજ – બહુવ્રીહિ 
  • વિધવા – બહુવ્રીહિ 
  • નખશિખ – બહુવ્રીહિ
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *