સમય મારો સાધજે વ્હાલા
By-Gujju20-05-2023
332 Views
સમય મારો સાધજે વ્હાલા
By Gujju20-05-2023
332 Views
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા (ટેક)
અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન … સમય મારો
જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ … સમય મારો
કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર … સમય મારો
આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, પુનિત છોડે પ્રાણ … સમય મારો
– સંત પુનિત