Sunday, 8 September, 2024

Sampati provide information about Sita’s whereabouts

100 Views
Share :
Sampati provide information about Sita’s whereabouts

Sampati provide information about Sita’s whereabouts

100 Views

सीता की खोज करने के लिए संपाति का मार्गदर्शन
 
अनुज क्रिया करि सागर तीरा । कहि निज कथा सुनहु कपि बीरा ॥
हम द्वौ बंधु प्रथम तरुनाई  । गगन गए रबि निकट उडाई ॥१॥
 
तेज न सहि सक सो फिरि आवा  । मै अभिमानी रबि निअरावा ॥
जरे पंख अति तेज अपारा  । परेउँ भूमि करि घोर चिकारा ॥२॥
 
मुनि एक नाम चंद्रमा ओही । लागी दया देखी करि मोही ॥
बहु प्रकार तेंहि ग्यान सुनावा  । देहि जनित अभिमानी छड़ावा ॥३॥
 
त्रेताँ ब्रह्म मनुज तनु धरिही । तासु नारि निसिचर पति हरिही ॥
तासु खोज पठइहि प्रभू दूता । तिन्हहि मिलें तैं होब पुनीता ॥४॥
 
जमिहहिं पंख करसि जनि चिंता  । तिन्हहि देखाइ देहेसु तैं सीता ॥
मुनि कइ गिरा सत्य भइ आजू  । सुनि मम बचन करहु प्रभु काजू ॥५॥
 
गिरि त्रिकूट ऊपर बस लंका  । तहँ रह रावन सहज असंका ॥
तहँ असोक उपबन जहँ रहई ॥ सीता बैठि सोच रत अहई ॥६॥
 
(दोहा)  
मैं देखउँ तुम्ह नाहि गीघहि दष्टि अपार ॥
बूढ भयउँ न त करतेउँ कछुक सहाय तुम्हार ॥ २८ ॥
 
સીતાની શોધ માટે સંપાતિનું માર્ગદર્શન
 
(દોહરો)
તરુણાવસ્થામાં અમે એક વાર નભમાં
ઉડી રવિ પાસે ગયા ડૂબી બળમદમાં.
 
પાછો ફર્યો જટાયુ તો સહેવાતાં ના તેજ,
પરંતુ ઘોર અમંગલ કર્યું તે દિને મેં જ.
 
અસહ્ય તેજે પાંખ બે મારી બળી ગઇ,
ઘોર કરી ચિત્કાર હું નીચે ગયો પડી.
 
કૃપાસિંધુ મુનિ ચંદ્રમાં મુજ પર દયા કરી
દેહાભિમાનને રહ્યા જ્ઞાને ઘોર હરી.
 
પરમાત્મા ત્રેતાયુગે ઘરશે મનુજશરીર
હરશે પત્ની તેમની ત્યારે નિશિચરવીર.
 
દૂત એહની ખોજમાં પ્રભુ તે મોકલશે,
પવિત્ર બનશે તેમને જ્યારે તું મળશે.
 
પાંખ પ્રગટશે ત્યાં તને, ચિંતા ના કર તું,
રહસ્ય કહેજે એમને જનકનંદિનીનું.
 
મુનિવરની શબ્દો થયા આજ સત્ય લાગે,
અભિનવ ચેતન મુજમહીં આજ અહીં જાગે.
 
ત્રિકૂટ ગિરિ પર છે વસી લંકાપુરી મહાન,
સ્વભાવથી નિર્ભય વસે રાવણ ત્યાં બળવાન.
 
અશોકવનમાંહી વસે સીતા શોકિત ત્યાં;
કહું દિવ્ય દ્રષ્ટિથકી નીરખી રહસ્ય આ.
 
વૃદ્ધ થયો ના હોત તો કરત સપ્રેમ સહાય;
સમુદ્રને ઓળંગવા કરવો ઘટે ઉપાય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *