સંત જ્ઞાનેશ્વર સ્તુતિ
By-Gujju12-05-2023
350 Views
સંત જ્ઞાનેશ્વર સ્તુતિ
By Gujju12-05-2023
350 Views
હે જ્ઞાનેશ્વર હે ધ્યાનેશ્વર,
હે યોગેશ્વર સંયોગેશ્વર
પ્રણામ શતશત હો તમને;
અનુગ્રહનું અમૃત વરસાવી
આજ કૃતાર્થ કરો અમને .. હે જ્ઞાનેશ્વર
મહિમા સુણી તમારો આવ્યાં
દૂર દૂરથી અમે અહીં,
ગુણ સંકીર્તન શ્રવણે મનને
હૈયું હાથ શક્યું ન રહી.
વિલંબ ના જ કરો વેળાસર
સત્કારો સપ્રેમ હવે … હે જ્ઞાનેશ્વર
લૌકિક નથી લાલસા કોઇ,
આશ પારલૌકિક પણ ના;
વિવેક ને વૈરાગ્ય દાન દો,
પ્રેમ પવિત્ર સનાતન હો,
સિદ્ધિ શિખર સર કરી આતમ
રંગમહીં રસરાજ રમે … હે જ્ઞાનેશ્વર
વાસના ન હો ક્ષુલ્લક મનમાં,
આત્માના અનુસંધાને;
જીવન ઉજવે ઉત્સવ નિશદિન,
પરિપ્લાવિત બનતાં ગાને.
વરસો સંજીવન રેલી દો
પ્રકાશ તરવાને તમને … હે જ્ઞાનેશ્વર
– શ્રી યોગેશ્વરજી