Sunday, 22 December, 2024

Sant Kabi ni Aarti Gujarati Lyrics

175 Views
Share :
Sant Kabi ni Aarti Gujarati Lyrics

Sant Kabi ni Aarti Gujarati Lyrics

175 Views

સંત કબીર ની આરતી

ॐ જય સાહેબ કબીર, ॐ જય સાહેબ કબીર
પ્રગટ પ્રભુ છો સાચા, અલખ નિરંજન દેવ …
ॐ જય સાહેબ કબીર

પાવન કાશી તીર્થે, કમલપત્ર પર આપ
ધન્ય કર્યા નિરુ નીમા, પ્રગટ્યા જગહિત કાજ …
ॐ જય સાહેબ કબીર

સદગુરુ રામાનંદજી, રામનો મંત્ર ધરે,
માનવ ધર્મ પ્રચારે, ગાઢ તિમિર હરે …
ॐ જય સાહેબ કબીર

તત્વાજી જીવાજીની, ભક્તિ માન્ય કરી,
કબીર વડ પ્રગટાવ્યો, ગુર્જર ભૂમિમહીં …
ॐ જય સાહેબ કબીર

આતમદેવ છે એક જ, એ ઊપદેશ ધર્યો,
અસંખ્ય ભજનો સાખી, બીજક ગ્રંથ રચ્યો …
ॐ જય સાહેબ કબીર

જ્ઞાન ભક્તિના પંથને, સરળ કીધો છે આપ,
શીતળ છાંયડી ધરતાં, ટાળી દીધા ત્રિતાપ …
ॐ જય સાહેબ કબીર

શ્રી ચરણોમાં વંદન કરતા, ભક્તો માગે આજ,
જ્ઞાનદીપ પ્રગટાવો, અમ અંતરમાં રામ …
ॐ જય સાહેબ કબીર

અપરાધોને ક્ષમા કરીને, આશિષ ધરજો આજ,
કલ્યાણ કરો સૌનું, સર્વેશ્વરીના નાથ …
ॐ જય સાહેબ કબીર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *