સંતો જીવત હી કરો આશા
By-Gujju26-04-2023
સંતો જીવત હી કરો આશા
By Gujju26-04-2023
સંતો જીવત હી કરો આશા,
મુએ મુક્તિ, કહે ગુરૂ લોભી, જૂઠા દૈ વિશ્વાસા… સંતો
મન હી બંધન, મન સે મુક્તિ, મન કા સકલ વિલાસા,
જો મન ભયો જીયત વશ નાહી તો દેવે બહુ પ્રાસા … સંતો
જો અબ હૈ તો તબહુ મિલી હૈ જો સ્વપ્ને જગ ભાષા
જહાં આશા તહાં વાસા હોયે મનકા યહી તમાશા …સંતો
જીવત હોવે દયા સતગુરુ કી ઘટમેં જ્ઞાન પ્રકાશા,
કહત કબીર મુક્તિ તુમ લેવો, જીવત હી ધર્મદાસા … સંતો
– સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ ધર્મદાસને સંબોધી સૌને જીવતા જીવત જે કંઈ સાધનભજન કરવાનું છે તે કરી લેવાનું કહે છે. તેઓ કહે છે કે મર્યા પછી મુક્તિ મળશે એમ કહેનારા લોભી ગુરુઓની વાત ન માનશો. એ બધું જૂઠાણું છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે પામી શકાય તે જ સત્ય માનો. મુક્તિ વેચનારા દંભી અને પાખંડી ગુરુથી ચેતવતા કબીર સાહેબ કહે છે કે મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જો મનને વશ કરવામાં નહીં આવે તો પછી ખુબ મુશ્કેલી પડશે. દંભી લોકો સ્વપ્નો બતાવે છે અને કહે છે કે અહીં અમને પૈસા આપો, વિધિ વિધાનો કરાવો તો મર્યા પછી તમને સ્વર્ગ મળશે, મુક્તિ મળશે. માનવનું મન પણ એવું છે કે જ્યાં આશા દેખાય ત્યાં મન ભરોસો કરી લે છે. એ જ તો મનનો ખેલ છે. પણ હે ધર્મદાસ, સાચી વાત તો એ છે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમે સદગુરુના માર્ગદર્શન પર ચાલીને જ્ઞાનનો પ્રકાશ મેળવી લો અને જીવતા જીવત જ મુક્તિ મેળવી લો.
નોંધ – આ ભજનનું એક અન્ય સંસ્કરણ પણ પ્રચલિત છે જે વાચકોને માટે અહીં પ્રસ્તુત કર્યું છે.
સાધો જીવત હી કરો આશા,
મુએ મુક્તિ ગુરૂ કહૈં સ્વારથી, જૂઠા દૈ વિશ્વાસા… સંતો
જીવત સમઝે, જીવત બૂઝે, જીવત મુક્તિ નિવાસા,
જિયત કર્મ કી ફાંસ ન કાટી, મુએ મુક્તિ કી આશા… સંતો
તન છૂટે જિવ મિલન કહત હૈ, સો સબ ઝૂઠી આશા,
અબહું મિલા તો તબહું મિલેગા, નહિં તો યમપુર બાસા… સંતો
દૂર-દૂર ઢૂંઢે મન લોભી, મિટૈ ન ગર્ભ તરાસા,
સાધુ સંતકી કરૈ ન સેવા, કાટૈ યમ કા ફાંસા… સંતો
સત્ય ગહૈ સદગુરૂ કો ચીન્હૈ, સત્ય જ્ઞાન વિશ્વાસા,
કહૈ કબીર સાધુન હિતકારી, હમ સાધુન કે દાસા… સંતો
English
Santo jivat hi karo aasha (2)
mue mukti, kahe Guru lobhi,
jootha dai vishvasa… Santo
man hi bandhan, man se mukti,
man ka sakal vilasa,
jo man bhayo jiyat vash nahi
to deve bahu prasa … Santo
jo ab hai to tabahu mili hai
jo swapne jag bhasha
jahan aasha tahan vasa hoye
mana ka yahi tamasha …Santo
jivat hove daya sataguru ki
ghata men gyan prakasha,
kahat Kabir mukti tum levo,
jivat hi dharmadasa … Santo
Hindi
संतो जीवत ही करो आशा,
मुए मुक्ति, कहे गुरू लोभी, जूठा दै विश्वासा… संतो
मन ही बंधन, मन से मुक्ति, मन का सकल विलासा,
जो मन भयो जीयत वश नाही तो देवे बहु प्रासा … संतो
जो अब है तो तबहु मिली है जो स्वप्ने जग भाषा
जहां आशा तहां वासा होये मनका यही तमाशा …संतो
जीवत होवे दया सतगुरु की घटमें ज्ञान प्रकाशा,
कहत कबीर मुक्ति तुम लेवो, जीवत ही धर्मदासा … संतो