Saturday, 23 November, 2024

શરદ પૂનમની “અમૃતમય” રાત

130 Views
Share :
શરદ પૂનમની "અમૃતમય" રાત

શરદ પૂનમની “અમૃતમય” રાત

130 Views

શરદ પૂનમની રાતને બહુ ચમત્કારી રાત માનવમાં આવે છે. કહેવાય છે કે, આ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નીકળતી ઉર્જા અમૃત સમાન હોય છે, અને ચંદ્રમાંથી અમૃત વર્ષે છે. આમ તો દરેક પૂનમની તિથી પર ચંદ્ર આકાશમાં પૂર્ણ દેખાય છે. પરંતુ અશ્વિન માસની શુક્લ પક્ષની તિથિને શરદ પૂનમ કહેવામાં આવે છે. આ પૂનમને વધારે ખાસ માનવમાં આવે છે. કારણ કે, શરદ પૂનમને કાજોગર અને રાસ પૂનમ પણ કહેવામાં આવે છે.

શરદ પૂનમનું શાસ્ત્રોમાં મહત્વ :

પ્રાચીન સમયથી જ શરદ પૂનમને ચમત્કારી અને ખાસ માનવમાં આવે છે, આ રાતથી જ હેમંત ઋતુની શરૂઆત થાય છે, અને ઠંડીનો અહેશાસ થવા માંડે છે. કહેવાય છે કે, શરદ પૂનમના દિવશે માઁ લક્ષ્મીનો જન્મ થયો હતો. આથી આ દિવસે માઁ લક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીનું વિધિ વિધાન સાથે પૂજન કરવાથી કૃપા બની રહે છે. શરદ પૂનમનું એક નામ કામુદી મહોત્સવ પણ છે. કહેવાય છે કે, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન ધરતી પર આવ્યા ત્યારે માઁ લક્ષ્મી રાધાના રૂપમાં ત્યાં આવ્યા હતા. એક શ્રાપના કારણે શ્રી કૃષ્ણ રાધા અને ગોપીઓથી અલગ થઈ ગયા હતા, ત્યારે રાધા અને ગોપીઓએ કૃષ્ણને પાસે બોલાવવા માટે માઁ કાત્યાયની આરાધના કરી હતી. રાસ પૂનમના શ્રી કૃષ્ણ ભગવાને વાસળી વગાડી અને કામુદી મહોત્સવ પર રાધા અને ગોપીઓની સાથે મહારાસ રમ્યા હતા. ત્યારથી આ દિવસને રાસ પૂનમ અને કામુદી મહોત્સવ કહેવાય છે.

જોકે, કેટલીક કથાઓ અનુસાર, શરદ પૂનમના દિવસે લંકાધિ પતિ રાવણ પોતાને યુવાન રાખવા માટે પૂનમના દિવસે ચંદ્રમાથી નીકળતા કિરણોને દર્પણનાં માધ્યમથી પોતાની નાભીમાં કેન્દ્રિત કરતાં હતા, અને તે ઊર્જાથી સદા યુવાન રહેવા માટેની શક્તિ પ્રદાન થવાથી તે યુવાન જ દેખાતા હતા. માન્યતાઓ અનુસાર, શરદ પૂનમની મધ્યરાત્રીએ માઁ લક્ષ્મી પોતાના વાહન ધુવડ પર બેસીને સવારી પર નિકડે છે, અને આ શરદ પૂનમને બંગાળમાં કોજાગારા પણ કહેવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે, કોણ જાગે છે. આ દિવસે ઇન્દ્રદેવ અને માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે માઁ પાર્વતી અને તેના પુત્ર કાર્તિકેયનો પણ જન્મ થયો હતો, ત્યારે આ દિવસને અમુક સ્થળે કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. જે દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા કરવી ખાસ માનવમાં આવે છે.

કેમ, શરદ પૂનમનો ચાંદ છે ખાસ ?

શરદ પૂનમના રાત્રે 12 વાગ્યા પછી ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે, અને ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન ફળ આપનાર હોય છે, આ રાત સૌથી તેજ પ્રકાશવાળી હોય છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂનમની રાતે કરેલ અનુષ્ઠાન પૂજા અવશ્ય સફળ થય છે. આ દિવસ પર ચંદ્રની ખાસ ઉર્જા ધરતી પર આવે છે. એ ખૂબ જ લાભદાઈ હોય છે. શરદ પૂનમની રાત ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે, જ્યારે ચંદ્રની ચાંદનીથી મનને શીતળતા પણ મળે છે.

કેવી રીતે મનાવાય છે શરદ પૂનમ :

કહેવાય છે કે, શરદ પૂનમની રાતે કરેલી પૂજા જીવનમાં ધન, સંપતિ અને રોગોનો નાશ કરે છે, અને આ દિવશે માઁ લક્ષ્મીની પૂજા કરવાથી મનોવાંછિત ફળ મળે છે. આ દિવસે શ્રી સ્ત્રોત અને લક્ષ્મી સ્ત્રોત્રનો પાઠ કરવો અને સાંભળવો. આ દિવશે માઁ લક્ષ્મીના અષ્ટ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સાથે જ શરદ પૂનમની રાત્રે દૂધ-પૌવાનું પણ મહત્વ રહેલું છે. સાંજના સમયે દૂધમાં પૌવાને મીક્સ કરીને ચંદ્રના પ્રકાશ સામે એક સફેદ આછું કપડું ઢાંકીને રાખવામાં આવે છે. ત્યારબાદ સવારે તેનો પ્રસાદ ધર્યા બાદ જમવામાં લેવામાં આવતા ખૂબ ધન્યતા પ્રાપ્ત થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *