Saturday, 27 July, 2024

સરગવાની સિંગ નું સૂપ બનાવવાની  Recipe

91 Views
Share :
સરગવાની સિંગ નું સૂપ બનાવવાની  Recipe

સરગવાની સિંગ નું સૂપ બનાવવાની  Recipe

91 Views

નમસ્તે મિત્રો આજે આપણે સરગવાની સિંગ નું સૂપ બનાવવાની રીત – Sargvani sing nu soup banavani rit શીખીશું. આપણે બધા જાણીએ છીએ કે સરગવો આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ગુણકારી છે, અને અનેક બિમારીઓ માં પણ લાભ કારી થાય છે. અને સરગવા ની છાલ, પાંદ, ફૂલ, ફળ બધા નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે રસોઈમાં અને દવાઓમાં કરી સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખતા હોઈએ છીએ. તો ચાલો આજ આપણે સરગવા માંથી સૂપ બનાવીએ જે ટેસ્ટી ની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે તો ચાલો જાણીએ Sargvani sing nu soup recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સરગવાની સિંગ નું સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • સરગવા ની સિંગ 3-4 નાના કટકા કરેલ
  • નાની ડુંગળી સુધારેલ 1
  • ટમેટા સુધારેલ 1
  • લસણ ની કણી 5-7
  • આદુ ના કટકા ½ ઇંચ
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું પાઉડર 1 ચમચી
  • પાણી 2 ½ કપ
  • માખણ 1 ચમચી
  • મરી પાઉડર ½  ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીંબુનો રસ જરૂર મુજબ

સરગવાની સિંગ નું સૂપ બનાવવાની રીત

સરગવા ની સીંગનું સૂપ બનાવવા સૌપ્રથમ સરગવાની સિંગ ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ ને કુકર માં નાખો સાથે સુધારેલ ડુંગળી, સુધારેલ ટમેટા, લસણ ની કણી, આદુ ના કટકા, હળદર, જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી મિડીયમ તાપે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.

ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કૂકરની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને એમાંથી સરગવાની સિંગ ના કટકા કાઢી લ્યો ને સરગવાની સિંગ ને ખોલી એમાંથી પલ્પ અને બીજ એક વાટકા માં કાઢી લ્યો આમ બધી સિંગ ના કટકા માંથી પ્લપ અને બીજ કાઢી ને અલગ કરી લ્યો

હવે ક્કુર માં રહેલ સામગ્રી ને ગરણી થી ગાળી ને અલગ કરી મિક્સર જારમાં નાખી એમાં સાથે જે સરગવાનો પલ્પ કાઢેલ હતો એ પણ નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ બનાવવા જરૂર પડે તો પા કપ પાણી નાખી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ફરીથી ગરણી વડે ગાળી લ્યો.

હવે કડાઈ માં માખણ / ઘી ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો સાથે ગાળી રાખેલ પેસ્ટ અને પહેલા ગાળી રાખેલ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને આઠ દસ મિનિટ સૂપ ને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો,

 ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો અને સાથે જરૂર મુજબ લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો સરગવા ની સીંગનું સૂપ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *