Sasu Na Pade Kanuda Na Dade Lyrics in Gujarati
By-Gujju29-04-2023

Sasu Na Pade Kanuda Na Dade Lyrics in Gujarati
By Gujju29-04-2023
શુ કોમ તું તો રેશે સડી સડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ચમ ખૂણે ઉભી રોવે ખડી ખડી
ઘર માં મારી સાસુ સર ખે પડી
વાતે વાતે ઓગળે ઘડી ઘડી
હે જોવા વસ્તી ને લોક હઉ આયા
મારા ઘર ના આ ખેલ શુ મંડાયા
પિયર જાવાની ના મને પાડે
એમાં વળી આ કોનુડાના દાડે
હે વાહની આખી વસ્તી જોવા ચઢી
વાહની બધી વસ્તી જોવા ચઢી
શુ કરૂં પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘરમાં મારી સાસુ સર ખે પડી
હો સવારે વહેલી ઉઠી પોણીડો ભરાવે
છાણપુંજો ને વાસિંદો વળાવે
હો મા ની ઉંમર છે તો કોમ માથે આવે
એમાં તો તું સુ રોતડા રે રોવે
હો માં ને દીકરી બે ખાટલે ચઢી ખાવે
ટોંપા ટૈયા બધા મને એ કરાવે
તમારે બેને બસ ઓટી પડી જી સે
તારા મગજ માં કોક વાત ફિટ થી સે
હો નક્કી ગોડી કોક ના વાદે ચઢી
હો નક્કી તું તો કોક ના વાદે ચઢી
શુ કરૂં પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘર માં મારી સાસુ સર ખે પડી
હો ભા નું ભાત લઇ જવાનું મારે વાડીયે
તમે તો હો સો તમારી નોકરીયે
હો પાકા આ પોન કાલ ખરી રે જવાના
નહિ હોય એ દાડે યાદ રે આવવાના
હો સમજુ સુ એટલે તો કોય નથી કેતી
તમારી આગળ આ વરાળ બધી કાઢતી
જવું હોય તો જા તન નથી રોકી કોઈ એ
હાલ મેલવા આવું તને તારે મૈયરીયે
જવાની નથી કદીયે મેં ના પાડી
જવાની નથી કદીયે મેં ના પાડી
શુ કરૂં પણ સાસુ સર ખે પડી
શુ કોમ તું તો રેશે સડી સડી
ઘર માં મારી સાસુ સર ખે પડી