સત સૃષ્ટિ તાંડવ રચયિતા
By-Gujju20-05-2023
340 Views
સત સૃષ્ટિ તાંડવ રચયિતા
By Gujju20-05-2023
340 Views
સત સૃષ્ટિ તાંડવ રચયિતા
નટરાજ રાજ નમો નમ:,
હે આદ્યગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:
ગંભીર નાદ મૃદંગનાં,
ધબકે છે ઊર બ્રહ્માંડનાં,
નિત નૃત્યનાદ પ્રચંડનાં,
નટરાજ રાજ નમો નમ :
શિર જ્ઞાનગંગા ચંદ્રમા,
ચિત બ્રહ્મજ્યોતિ લલાટમાં,
વિષ નાગમાલા કંઠમાં,
નટરાજ રાજ નમો નમ :
તવ શક્તિ વામાંગે સ્થિતા,
હે ચંદ્રિકા અપરાજિતા,
ચહુ વેદ ગાયે સંહિતા,
નટરાજ રાજ નમો નમ :