Friday, 20 September, 2024

સાથિયા પુરાવો Lyrics in Gujarati

341 Views
Share :
સાથિયા પુરાવો Lyrics in Gujarati

સાથિયા પુરાવો Lyrics in Gujarati

341 Views

હે માં તું હી આંધી તું હી અનાધિ તું દયાળી બિરાદળી
દર્શન દેજે અષ્ટ ભુજાળી કરજે કૃપા જગ જનની
કરજે કૃપા જગ જનની
માં કરજે કૃપા જગ જનની

હો સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ
 સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

ઝાંઝરનો ઝંકાર અંબા રથડાનો રણકાર
જગમાં તારો જય જયકાર રે
હો સોળ સજી શણગાર અંબા રમજો નવલી રાત
રમજો નવલી જોગણીયોની સાથ રે

હો કંકુડાં ઢોળાવો રે રમવાને બોલાવો રે
હા કંકુડાં ઢોળાવો રે રમવાને બોલાવો રે
આજ મારે આંગણે પધારશે આરાસુરવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે

હો રમવાને પધારો માં નવ દુર્ગા તારણહાર
માં તું ગૌરીનો અવતાર રે
હો શક્તિ તું અપાર ગાઉ તારા ગુણગાન
કરજે મારા બેડા પાર રે

હો સાત બેનડીયુ રમજો આજ સૈયર સાથે ઘુમજો આજ
હા સાત બેનડીયુ રમજો આજ સૈયર સાથે ઘુમજો આજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે
જય અંબે જય અંબે અંબે જય જય અંબે 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *