Thursday, 14 November, 2024

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

4654 Views
Share :
સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

4654 Views

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ

મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા દ્વારા મળી રહે છે.

સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ : સૌરાષ્ટ્રની ખુશનુમા હવા, દ્વ્રીપકલ્પ, ફળદ્વ્રુપ ભૂમિ, સાગર કિનારો, પર્વતો, જંગલો, સમૃધ્ધિ -એ સર્વે ભૌગોલિક રચનાએ પશુપાલન કરતી, શાસન કરતી, સાગર ખેડતી, વેપાર-વાણિજ્ય કરતી, કૃષિ કરતી ઘણી ભ્રમણશીલ કોમોને દેશ-પરદેશમાંથી આકર્ષી લોહી મિશ્રણમાંથી અનેક જાતિઓ અને પેટાજાતિઓ જન્મી. આહારભેદ ને ધંધાનાં ભેદ પડયા ત્યારે જુદી જુદી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી અને જ્યાં સામાજિક રિવાજોમાં મતભેદ પડ્યાં ત્યાં જ્ઞાતિની પેટા જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગની વસ્તી હિંદુઓની છે. તેમાં પેટાજ્ઞાતિઓ અને પ્રાદેશિકભેદો જોવા મળે છે.

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ, કોમોની નામાવલિ કવિશ્રી પિંગળશીભાઈ ગઢવી એ ગીત વેલીઓમાં રજૂ કરી છે:

આહિર, આડ, અતીત, આરબ, અગર, ઉદિયા, અબાટી જાત,
કાઠી, કાયસ્થ, કણબી, કોળી, કારડીયા, કડીઆ બહુભાત,
કંસારા, કાંકસિયા, કસાઈ, કઠિયારા, કુંભાર, કલાલ,
ખિસ્તી, ખત્રી, ખાંટ, ખારવા, ખોજા, ખોખર, ખસિયા, ખવાસ.

ગધૈ, ગોલા ને ગોરોડાં, ગોડીઆ, ગુર્જર, ગલકટા,
ગાંધર્વ, ગોહિલ, ઘાંચી, ઘંટિયા નાગર નાડીયા અરૂનટા,
સારસ્વત, ચારણ ને સોની, સતવારા સુતાર સંઘાર,
સરણિયા, સેતા ને સૈયદ, સંધી સુમરા શેખ ચમાર.

સલાટ, સીદી, સરવાણી ને છીપા, સેન સિપાઈ,
સગર, ચામઠા, ચુનારિયા ને વાંઢાળા ગર વસિયાં આંય,
જત, જાટ, ડાકલિયા ડફગર, દરજી ઢાઢી જીલાયા, ઢોલીમ્
ધોબી, માળી, ધૂળ ધોનારા તાઈ, તૂરી ને તરક તંબોલી.

તરગાળા, તંબૂરિયા, થોરી, દેપાળા, પીંજારા, પઠાણ,
પુરબિયા, પારસી, પખલી, મૂલ્લાં, બાબી, મુલેસલામ,
બ્રાહ્મણ, બલોચ, બાબર, બારોટ, બજાણિયા, ભણસારી, ભાંડ,
ભાવસાર, ભીલ, ભાટ, ભાટિયા, ભંગી, ભોપા, ભોઈ, ભરવાડ.

મેર, મુંમના, મોચી, મેમણ, માધવિયા, મુંડા ને મીર,
મહિયા, મ્યાણા, મકરાણી ને માતંગ, મતવા, ગવલી, ફકીર,
રજપૂત, બાબરિયા, રબારી, રામાનંદી, રાવળ, લોક,
લુહારિયા, લિબડિયા, લોઘી, લોહાણા, લુહાર, અથોક.

વાંઝા, વ્હોરા, વાદી, વાણિયા, વણઝારા, વણકર, વાઘેર,
વાણંદ, વાઘરી, લંઘા, વેરાગી, હાટી, હાડી, હજામ, ડફેર,
ખરક, ખલાસી, વજીર, ગોદલિયા, ગારુડી, ચમાડીયા પઢાર,
ડાંગશિયા, મારગી, માદારી, આડોડિયા, સેમળિયા, ચમાર.

મલેક, મોરી, માજોઠી, સફિયા, ચાકી, ચાટી સુરાં,
પટ્ટણી, ચૌધરી, હાલપોત્રા, સમા, કુરેશી, ખરા,
મલ, મોતેસર, માલચડિયા, દેદા, ગરવી, ભૈયા, ડોમ,
સુદાખરા, મોમૈયા, નાગોરી, થઈ એકસો સીંત્તેર કોમ.

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ“

(ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક) માંથી…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *