Saturday, 28 December, 2024

Sayaba Tamane Ek Vaat Kevi Lyrics in Gujarati

141 Views
Share :
Sayaba Tamane Ek Vaat Kevi Lyrics in Gujarati

Sayaba Tamane Ek Vaat Kevi Lyrics in Gujarati

141 Views

હે સાયબા સાંભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ સુ વાત કેવી
હે રમવા જાવું કોનુંડો એવી રજા લેવી
હે ના ના મૈયારીએ જાવા મળશે નઈ
તમે આયા સો હમણાં જઈ
હેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવી
હો સાયબા સાંભળો તો તમને એક વાત કેવી

હો ગોમે રે ગોમથી મારી ગોઠેણો રે આવશે
ગોમના ગોંદરે ઢોલ કોનુંડાના વાગશે
હો બધી વાત સાચી પણ અમને કોણ સાચવશે
તમારે તો ઠીક દાડા અમારા ચમ જાશે

હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબા જી હા પાડો
મારે મૈયર જાવની રજા લેવી
હે હે મને ખબર હતી શું તારે વાત કેવી

હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોધ્યાં વગર અમને નથી ભાવતું
હો હો ગોડા મારા સાયબા તમે ગોડપણ મેલો ને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને

હે આવું તમારી હારો હાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરીને રમી રે લેજો

હો સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *