Saybo Maro Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Saybo Maro Lyrics in Gujarati
By Gujju26-05-2023
સાયબો મારો સાવરિયો મારો હો હો
સાયબો મારો સાવરિયો મારો હો હો
સાયબો મારો દલ નો ધબકારો
સાયબો મારો છેલ છોગાળો
સાયબો મારો પ્રેમ ના રંગે રે રંગાઈ રે ગયો
રાધા નો શ્યામ રુદિયે વસી રે ગયો
એ સાયબો મારો મન મારૂ મોહી રે ગયો
યાદ કરું ને વાલમ સામે રે મળ્યો
હે તારી લગણી રે લાગી પ્રીત જન્મો ની માંગી રે
જગ જાણે આખું હૂતો તારી રે દીવાની રે
સાયબો મારો વાલમિયો મારો
સાયબો મારો આંખ નો તારો
તારી આંખો થી મેતો દુનિયા જોઈ છે
જોવા તું ના મળે તો આંખો આ રોઈ છે
હો હો હો તારા વિના મેં વાતો મારી સાથે કરી છે
રંગ લાગ્યો પ્રીત નો ને હરખ ની હેલી છે
ઓ તું છે પ્રેમ નો કિનારો સુખ દુઃખ નો સહારો રે
જગ જાણે આખું તું તો પ્રેમ છે મારો રે
સાયબો મારો છે કમાનગાળો
સાયબો મારો સાયબો મારો
સાથ મળ્યો તારો નસીબ ની વાત છે
હજુ મને યાદ એ પેલી મુલાકાત છે
હો હો તારે કાજે તો મારા સોળે શણગાર છે
ભવો ભવ માંગ્યો મેતો તારો સંગાથ છે
હો જોયા સપના મેં તારા પેરુ તારી વરમાળા રે
જગ જાણે આખું હૂતો જપું તારી માળા રે
સાયબો મારો સાંવળિયો મારો
સાયબો મારો સાયબો મારો