Shaan Bhaan Bhule Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Shaan Bhaan Bhule Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે ઉંચા ઉંચા બંગલા ચણાવો
એની કાચ ની બારીઓ મેલાવો રે
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય
ઝગમગ થાય વીરો ઝગમગ થાય,
હવે પાછો વળી જોવે એની તુમ્બડી રંગાય,
ફાઈનલી ભાઈ મારો ખીલે રે બંધાય, એમાં ઝગમગ થાય
વીરો ઝગમગ થાય
રંગ ડગ થાય પગ રંગ ડગ થાય, ફેરા ફરવામાં પગ
ડગમગ થાય
કાંઈ સુરે નહિ બધું લગભગ થાય ઝગમગ થાય
વીરો મારો ઝગમગ થાય
હે….ડાળ બેઠો પોપટ જોને ડેસડા થી જુલે
પાંખ નમને આંખ સમળે કંઠી ગજગજ ફૂલે
કે વાલો મારો શાન ભાન હા ભૂલે
હે….ડાળ બેઠો પોપટ જોને ડેસડા થી જુલે
પાંખ નમને આંખ સમળે કંઠી ગજગજ ફૂલે
વાલીડો મારો શાન ભાન હા ભૂલે..
સમને રખડે પોપટ રાજા
આખું નભ જાણે બાપા નું
હે….મન ફાવે ત્ય ફોલે લીંબોડી
ઘેન ચડે ઘોટી જાવાનું
હે…મેના ના ભણકારા થાતા
પોપું-સ્વીટુ-જાનુ..
ને જો હાચે હાચ થાય એવું
આંખ્યું જયારે ખુલે
તો વાલો મારો કેમ ભાન ના ભૂલે
આંખ્યું જયારે ખુલે
તો વાલો મારો કેમ ભાન ના ભૂલે
આ હા…અરે હાલ હાલ જુવાન હાલ
આજ તો રૂડો માંડવા રૂપાના છે ને લાગન્યા લેવાય છે
મીઠી શરણાયું વાગે છે ને રૂડા ઢોલડા ઢબકે છે
એવા ટાણે કહેવાનું મન થાય બાપ
હે…ડાળ બેઠો પોપટ જોને ડેસડા થી ઝૂલે
તૂટે સમણું આંખ્યું એની પાંજરા માં ખુલે
કે વાલો મારો શાન ભાન હા ભૂલે