Wednesday, 15 January, 2025

Shakti Ane Bhakti Be Sukh Dukh Ni Chavio Lyrics in Gujarati

305 Views
Share :
Shakti Ane Bhakti Be Sukh Dukh Ni Chavio Lyrics in Gujarati

Shakti Ane Bhakti Be Sukh Dukh Ni Chavio Lyrics in Gujarati

305 Views

શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ
ચાવી ચઢાવે તેમ ચઢીયે તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

ભક્તિ કેરો રંગ મેં તો કદી નવ પીધો
સંસાર માં રચ્યા પચ્યા રહીયે તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

શક્તિ ના જોરે હું તો ખુબ કમાયો
પાછું વળી ને નવ જોયું રે
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ
મંદિર ના ઓટલે કદી નવ બેઠો
વટ વ્યવહાર માં ફરતો તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ
ચાવી ચઢાવે તેમ ચઢીયે તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

ઘરવાળી ની ચાવી થી રોજ હું તો ચઢતો
માં બાપ ની સેવા હું તો ભુલ્યો તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

સુખ અને દુઃખ માં તમે ભગવાન ભજ જો
ભક્તિ ની શિખામણ લેશો તો
પછી ભગવાન જરૂર આવશે રે

શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ
ચાવી ચઢાવે તેમ ચઢીયે તો
પછી ભગવાન ક્યાંથી સાંભળે રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *