Sunday, 22 December, 2024

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે છે? 16 કે 17 ઓક્ટોબર, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, દુધપૌઆનું મહત્વ

190 Views
Share :
Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે છે? 16 કે 17 ઓક્ટોબર, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, દુધપૌઆનું મહત્વ

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે છે? 16 કે 17 ઓક્ટોબર, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, દુધપૌઆનું મહત્વ

190 Views

શરદ પૂર્ણિમા 2024: આ વર્ષે શરદ પૂર્ણિમા ચંદ્રગ્રહણ પર પડી રહી છે. આવી સ્થિતિમાં તિથિ, સમય, સુતક સમય અને ખીર વિશે બધું જાણી લો.

વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 17 ઓક્ટોબર 2024 ના રોજ થઈ રહ્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ આ દિવસે અશ્વિન મહિનાની પૂર્ણિમા આવી રહી છે, જેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. તેથી સુતક કાળ પણ માન્ય છે. આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ ઉભી થઈ રહી છે કે ખીર ખુલ્લા આકાશમાં રાખવી કે નહીં. ચાલો જાણીએ શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી દરેક માહિતી.

શરદ પૂર્ણિમા 2024 ક્યારે છે?

આ વર્ષે પંચાંગ અનુસાર આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે આરંભ થશે અને તે બીજા દિવસે, ગુરુવાર 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે પૂર્ણ થશે. આ રીતે, શરદ પૂર્ણિમાનો પાવન તહેવાર 16 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે સાંજે 05:04 વાગ્યે ચંદ્રોદય થશે.

શરદ પૂનમના પૂજા માટે શુભ સમય

શરદ પૂનમના દિવસે સાંજે 5:05 વાગ્યે ચંદ્રોદયનો સમય છે. ચાંદની રાત્રે ખીર તૈયાર કરીને ખીરને ચંદ્રના પ્રકાશમાં રાત્રે 08:40 વાગ્યે રાખવામાં આવે છે. ચંદ્રના પ્રકાશના 16 કિરણોથી શરદ પૂનમની રાત્રે ખીરને ઔષધીય ગુણો પ્રાપ્ત થાય છે, જેને પૂજા બાદ ખુલ્લા આકાશ નીચે રાખી શકાય છે.

શરદ પૂનમની પૂજા વિધિ

શરદ પૂર્ણિમાની સંધ્યા સમયે સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ઘરમાં ધૂળમાટી અને ગંદકી દૂર કરો, ઘીનો દીવો પ્રગટાવો. મા લક્ષ્મીની મૂર્તિ કે તસવીરની આગળ દીવો અને ધૂપ અર્પો. ખીર બનાવો અને તેને માતા લક્ષ્મીને અર્પણ કરો. ચંદ્રને જળ અર્પણ કરીને દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.

શરદ પૂનમની રાત્રે ખીર મૂકવાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાઓથી શોભિત હોય છે અને આ રાત્રે ચાંદની કિરણોમાં અમૃતતુલ્ય ગુણ હોય છે. ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણો રહે છે, જે ઠંડક અને આરોગ્ય લાભ આપે છે. આ કારણે ખીરને ચાંદનીમાં થોડા સમય માટે રાખવામાં આવે છે જેથી તે ચંદ્રના કિરણોથી શ્રેષ્ઠ ગુણો મેળવે. આ ખીરનું સેવન આરોગ્ય માટે લાભદાયી છે અને વિવિધ રોગોમાં રાહત આપે છે.

શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 ચરણથી ભરેલો હોય છે. આ દિવસે ચંદ્રદેવની પૂજાની સાથે સાથે ચાંદની રાતમાં ખીર તૈયાર કરીને રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. આવી સ્થિતિમાં પૂજા કરવા સાથે ખુલ્લા આકાશમાં ખીર રાખવી શુભ ગણાય છે. આ સાથે આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.

શરદ પૂર્ણિમાએ ખીર રાખવી શુભ રહેશે કે નહીં?

શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે પડી રહ્યા છે. ગ્રહણ દરમિયાન ચંદ્રમાંથી નીકળતા કિરણો હાનિકારક હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે નિશીથ કાલ રાત્રે 12 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી હોય છે, જેને મધ્યરાત્રિ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન, દેવી લક્ષ્મીની પૂજા અને ખુલ્લા આકાશમાં ખીર રાખવાની પરંપરા છે. પરંતુ ચંદ્રગ્રહણને કારણે ઘણી મૂંઝવણ ઊભી થઈ રહી છે.

જ્યોતિષીઓ અનુસાર, તમે ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો શરૂ થાય તે પહેલા ખીર તૈયાર કરી શકો છો. આ પછી તેમાં કુશ અથવા તુલસીના પાન નાખીને રાખો. આ કારણે ગ્રહણની કોઈ અશુભ અસર નહીં થાય. આ પછી, રાત્રે ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી, સવારે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *