શીલવંત સાધુને વારે વારે નમીએ
By-Gujju27-04-2023
493 Views

શીલવંત સાધુને વારે વારે નમીએ
By Gujju27-04-2023
493 Views
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે
જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને
શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે,
મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે
એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને
આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને
એનાં જાગી ગયો તુરિયનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને
સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને
સંગત તમે જ્યારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
દેખાડે હરિ કેરા દ્વાર …. શીલવંત સાધુને
– ગંગા સતી