Shiv Ne Bhajo Din Raat Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Shiv Ne Bhajo Din Raat Lyrics in Gujarati
By Gujju25-04-2023
છે શક્તિ કેરો સાથ, જટ્ટા પર ગંગ બહે દિન રાત
ડાક – ડમરું ના ડમડમાટ, શંખ ના નાદ કરે છે વાત
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
કાર્તિક ગણેશ શિવ ના બાળ, ઉમેયા અર્ધાંગી ની નાર
દશાનન ભજે શિવ ના નામ, તેઆ પણ કરે છે એક જ વાત
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
શિવજી શોભે છે કેલાશ ત્યાં વસે દેવો ઋષિ રાજ
ચરણો નંદી ચરાવે ત્યાંજ કરે છે ચાર વેદ ની વાત
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
કરે છે શિવજી તાંડવ નાચ દિગપાડો ના જુકતા હાથ
જોઇને દેવો ફફડે આજ ભોળા ને વિનવે બેઉ હાથ
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
ભસ્મ છોળે મસાનની નાથ કરનર્તા ભૂતડા દેતા હાથ
ગળે ફૂંફાડા દેતા નાગ ત્રિશુળ ચમકે છે કેવા આજ
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
હરી ઓમ હર – હર ના જયા નાદ ત્યાં શશી ભાણ ઉગે દિન રાત
તુજ વિણ દીપ પ્રદીપ ના વાત શિવ છો માં હયાત
શિવ ને ભજો જીવ દિન રાત ,ભોળાને ભજો જીવ દિન રાત
gujjuplanet.com