Saturday, 16 November, 2024

Shiva Rudrashtak

107 Views
Share :
Shiva Rudrashtak

Shiva Rudrashtak

107 Views

शिव रुद्राष्टक
 
(श्लोक)
नमामीशमीशान निर्वाणरूपं । विंभुं ब्यापकं ब्रह्म वेदस्वरूपं ॥
निजं निर्गुणं निर्विकल्पं निरींह । चिदाकाशमाकाशवासं भजेऽहं ॥
 
निराकारमोंकारमूलं तुरीयं । गिरा ग्यान गोतीतमीशं गिरीशं ॥
करालं महाकाल कालं कृपालं । गुणागार संसारपारं नतोऽहं ॥
 
तुषाराद्रि संकाश गौरं गभीरं । मनोभूत कोटि प्रभा श्री शरीरं ॥
स्फुरन्मौलि कल्लोलिनी चारु गंगा । लसद्भालबालेन्दु कंठे भुजंगा ॥
 
चलत्कुंडलं भ्रू सुनेत्रं विशालं । प्रसन्नाननं नीलकंठं दयालं ॥
मृगाधीशचर्माम्बरं मुण्डमालं । प्रियं शंकरं सर्वनाथं भजामि ॥
 
प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेशं । अखंडं अजं भानुकोटिप्रकाशं ॥
त्रयःशूल निर्मूलनं शूलपाणिं । भजेऽहं भवानीपतिं भावगम्यं ॥
 
कलातीत कल्याण कल्पान्तकारी । सदा सज्जनान्ददाता पुरारी ॥
चिदानंदसंदोह मोहापहारी । प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥
 
न यावद उमानाथ पादारविन्दं । भजंतीह लोके परे वा नराणां ॥
न तावत्सुखं शान्ति सन्तापनाशं । प्रसीद प्रभो सर्वभूताधिवासं ॥
 
न जानामि योगं जपं नैव पूजां । नतोऽहं सदा सर्वदा शंभु तुभ्यं ॥
जरा जन्म दुःखौघ तातप्यमानं । प्रभो पाहि आपन्नमामीश शंभो ॥
 
(श्लोक)
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ॥ ९ ॥
 
(दोहा)
सुनि बिनती सर्बग्य सिव देखि ब्रिप्र अनुरागु ।
पुनि मंदिर नभबानी भइ द्विजबर बर मागु ॥ १०८(क) ॥ 
 
जौं प्रसन्न प्रभु मो पर नाथ दीन पर नेहु ।
निज पद भगति देइ प्रभु पुनि दूसर बर देहु ॥ १०८(ख) ॥ 
 
तव माया बस जीव जड़ संतत फिरइ भुलान ।
तेहि पर क्रोध न करिअ प्रभु कृपा सिंधु भगवान ॥ १०८(ग) ॥ 
 
संकर दीनदयाल अब एहि पर होहु कृपाल ।
साप अनुग्रह होइ जेहिं नाथ थोरेहीं काल ॥ १०८(घ) ॥
 
શિવની પ્રસન્નતા માટે ગવાયેલું રુદ્રાષ્ટક
 
(સોરઠા)
નમું ઈશ ઈશાનના મોક્ષરૂપ, વિભુ વ્યાપક બ્રહ્મા વેદસ્વરૂપ,
નિજ નિર્ગુણ નિર્વિકલ્પ નિરીહ, ચિદાકાશ આકાશવાસી ભજું હું.
 
નિરાકાર ઓમકારસ્વામી તુરીય ગિરાજ્ઞાનગોતીત ઈશ્વર ગિરીશ,
કરાલ મહાકાલ કાલ કૃપાલ ગુણાગાર સંસારપાર નમું હું.
 
તુષારાદ્વિશા ગૌર ગંભીર દિવ્ય મનોભૂત કોટિપ્રભા શ્રી શરીર;
સ્ફુરે મૌલિ કલ્લોલિની ચારુ ગંગ, ધર્યો ભાલપે ચંદ્ર કંઠે ભુજંગ.
 
ચલત્કુંડલ ભ્રૂ સુનેત્ર વિશાળ પ્રસન્નાનન નીલકંઠ દયાળ,
મૃગાધીશ ચર્મામ્બર મુંડમાળ પ્રિય શંકર સર્વનાથ ભજું છું.
 
પ્રચંડ પ્રકૃષ્ટ પ્રગલ્ભ પરેશ, અખંડ અજ ભાનુ કોટિપ્રકાશ,
ત્રય:શૂલનિર્મૂલન શૂલપાણિ, ભજું છું ભવાનીપતિ ભાવગમ્ય.
 
કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, સદા સજ્જનાનંદદાતા પુરારી;
ચિદાનંદ સંદોહ મોહાપહારી બનો હે પ્રસન્ન પ્રભો મન્મથારિ.
 
ઉમાનાથનાં ચરણને જ્યાં સુધી ના ભજે માનવી લોકપરલોકમાં ના,
લહે ત્યાં સુધી શાંતિ સંતાપનાશ, પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસ.
 
ન હું યોગ જાણું ન જપ કે ન પૂજા,
નમું છું સદા શંભુ મધુરા પદોમાં,
જરા જન્મ દુ:ખૌઘથી તપ્ત મુજને,
પ્રભો શંભુ રક્ષો નમું દીન શરણે.
 
(દોહરો)
શિવની પ્રસન્નતા માટે રુદ્રાષ્ટક ગવાયેલું,
ભક્તિથી કરતાં પાઠ મળે શિવપ્રસન્નતા.
 
સર્વજ્ઞ શિવે સ્તુતિ સુણી, દેખ્યો દ્વિજનો રાગ;
નભવાણી મંદિર થઈ, દ્વિજવર વરને માગ.
 
પ્રસન્ન હો પ્રભુ મુજ ઉપર, હોય દીન પર પ્રેમ,
તો નિજ પદની ભક્તિ દો વર અન્ય પછી તેમ.
 
માયાવશ જડ જીવ આ ભૂલી ભાન ફરે,
કૃપાસિંધુ પ્રભુ ના કરો એ પર ક્રોધ તમે.
 
દીનબંધુ શિવ શિષ્ય પર કરો હવે કરુણા,
શાપ અનુગ્રહ થાય કે અલ્પ સમયમાં આ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *