Monday, 23 December, 2024

Shobhe Mathe Garbo Ramjo Mazam Rat Lyrics in Gujarati

144 Views
Share :
Shobhe Mathe Garbo Ramjo Mazam Rat Lyrics in Gujarati

Shobhe Mathe Garbo Ramjo Mazam Rat Lyrics in Gujarati

144 Views

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
અરે અરે આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો માડી રમજો માં ઝમરાત
રમે નવદુર્ગા માં રમે મહાકાળી માં
રમે નવદુર્ગા માં રમે મહાકાળી માં
ચાકર ચોકે રમે ગબ્બર ગોખવાળી માં

એ ફૂલનો ગરબો ને હવા લાખ દીવડા
આસો માસોના રૂડા આયા નવ નોરતા
ફૂલનો ગરબો ને હવા લાખ દીવડા
આસો માસોના રૂડા આયા નવ નોરતા

હે  થાય ફૂલડાં નો વરસાદ પડે તાળીયો નો તાલ
થાય ફૂલડાં નો વરસાદ પડે તાળીયો નો તાલ
ફૂલ વાળો ગરબો શોભે જોગણીમાં ના હાથ માં

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો માડી રમજો માં ઝમરાત
શોભે માથે ગરબો માડી રમજો માંડી ઝમરાત

માટેલ વાળી મારી ખોડલ માં પધારજો
ચોટીલાની ચામુંડ માતા વેલાહર પધારજો
શંખલપૂરથી મારી બહુચર માં તેડાવજો
ઊંઝાથી ઉમિયા માને હેતેથી વધાવજો

આસો પાલવનાં તોરણીયા બંધાવજો
કંકુ અબીલ હાચા મોતીડે વધાવજો
આસો પાલવનાં તોરણીયા બંધાવજો
કંકુ અબીલ હાચા મોતીડે વધાવજો
આવે રથડા રૂમઝૂમ વાગે ઘૂઘરા ઘુમ ઘુમ
આવે રથડા રુમઝુમ વાગે ઘૂઘરા ઘુમ ઘુમ
નવલા આયા નોરતા માડી રમજો માંડી ઝમરાત

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો મોમઈ રમજો માં ઝમરાત
શોભે માથે ગરબો માડી રમજો માંડી ઝમરાત

હો પગમાં પાયલ માંને નાકે શોભે નથડી
રમે જગદંબા શોભે હાથે બાર બંગડી
હો કચ્છ વાગડથી પધાર્યા મોમઈ માવડી
વાયડ ગોમથી પધાર્યા માં જોગણી
હે …હાત હાત બેનડીયો ને ભેળી રમે માવડી
ભમ્મરિયાળી ભાત ને આછી આછી ઓઢણી
હાત હાત બેનડીયો ને ભેળી રમે માવડી
ભમ્મરિયાળી ભાત ને આછી આછી ઓઢણી

ટોડલે તોરણીયા બંધાય રૂડા હાથિયા પુરાય
ટોડલે તોરણીયા બંધાય રૂડા હાથિયા પુરાય
લાખ લાખ દીવડે માંના ગુણલા ગવાય
હે આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો સીકુ રમજો મા ઝમરાત
અરે અરે રમજો સૈયર સાથ ચેહર મેલડી માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *