Shree Ganesh Aarti Lyrics in Gujarati
By-Gujju02-06-2023
707 Views

Shree Ganesh Aarti Lyrics in Gujarati
By Gujju02-06-2023
707 Views
જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા
પ્રેમ થકી પ્રભુ તારી પ્રેમ થકી પ્રભુ તારી કરીયે નિત્ય સેવા
ઓમ જય ગણપતિ દેવા
વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખ દાતા પ્રભુ શંભુ સુખ દાતા
પ્રથમ તમારૂ પુંજન પ્રથમ તમારૂ પુંજન કરીયે વિભુત્રનતા
ઓમ જય ગણપતિ દેવા
શુક્લ ચતુર્થી તિથિ માસ ભાદ્રવો પ્રભુ માસ ભાદ્રવો
સકળ ભક્તોના સ્નેહી સકળ ભક્તોના સ્નેહી ઉત્સવ આદરવો
ઓમ જય ગણપતિ દેવા
ભાવ ધરી પ્રભુ તારી આરતી ઉતારૂ પ્રભુ આરતી ઉતારૂ
બિન કર જોડી વિનવું બિન કર જોડી વિનવું કરો સૌનુ સારૂ
ઓમ જય ગણપતિ દેવા
વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે ભાવે ગાશે
ઉમા વચન પ્રતાપે ઉમા વચન પ્રતાપે સુખ સંપત્તિ પાશે
હર કૈલાસે જશે
ઓમ જય ગણપતિ દેવા