શ્રી કૃષ્ણ સ્તુતિ
By-Gujju12-05-2023
248 Views
શ્રી કૃષ્ણ સ્તુતિ
By Gujju12-05-2023
248 Views
વંદન નંદ-યશોદા નંદન (૨)
માત દેવકીનાં પ્રિયનંદન,
કરો અસુરદળ કેરું ખંડન,
પ્રણિપાત પરમ યદુકુલચંદન … વંદન
મન મથુરાના મંગલવાસે,
મૂર્તિ મધુરી નિશદિન હાસે,
અંતર કરતું પ્રેમે ક્રંદન … વંદન
ભાવ ભક્તિની નિર્મળ યમુના,
વહે નિરંતર રમણ કરો ત્યાં,
અરજી એ અઘ અખિલનિકંદન … વંદન
વેણુ વગાડો રાસ રમાડો,
તરસ તમારી તીવ્ર લગાડો,
અર્પીએ આત્મિક અભિનંદન … વંદન
પ્યાસ તમારી આશ તમારી,
ઉર ઉપવનમાં રસની ક્યારી,
સફળ કરો હે મુનિમન મંડન … વંદન
અંતરમાં શુચિ ભાવ ભરી લો,
દર્શન દેતાં ધન્ય કરી દો,
સાર્થક સર્વ કરી દો સ્પંદન … વંદન
– શ્રી યોગેશ્વરજી