Friday, 6 December, 2024

શ્રી રામ સ્તુતિ

337 Views
Share :
શ્રી રામ સ્તુતિ

શ્રી રામ સ્તુતિ

337 Views

વંદન રઘુવર દશરથ નંદન
શોભાસાગર રઘુકુલ ચંદન
ઋષિમુનિ શંકર સુરનર વંદન … વંદન રઘુવર

સુંદરતાના સંપુટ શાશ્વત
નિર્મળતાના મધુમય ભાસ્કર
પ્રેમતણાં હે પ્રાણ પુરાતન
રક્ષક ભક્તોના નિશિવાસર … વંદન રઘુવર

અંતર કેરી અનુપ અયોધ્યા
પ્રગટો પાવન કરવાને ત્યાં
નાશ નિશાચર કેરો કરવા
મંગલ મહિમા મુક્તિ ધરવા … વંદન રઘુવર

શાંતિ છવાયે મણિમય મંદિર
વાજે વાદ્ય વિવિધ રસ મંડિત
જીવન સર્વ સમર્પે તમને
કૃતકૃત્ય બને આતમ સ્પર્શે … વંદન રઘુવર

મંગલ મધુમય પ્રેમનિકેતન
પ્રાણ જગતના કેવળ ચેતન
શમવો સર્વ હૃદયના ક્રંદન
પ્રગટો પ્રેમે વંદન વંદન … વંદન રઘુવર

– શ્રી યોગેશ્વરજી

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *