Tuesday, 12 November, 2024

શ્રી યોગેશ્વર પ્રણામવંદના

294 Views
Share :
શ્રી યોગેશ્વર પ્રણામવંદના

શ્રી યોગેશ્વર પ્રણામવંદના

294 Views

સરોડાનંદન શ્રી ગોપાલ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દ્વિજકુલે મણિ રત્ન સમાન, હે યોગેશ્વર કરૂં પ્રણામ
બાળ બ્રહ્મચારી બળવાન, હે યોગેશ્વર કરૂં પ્રણામ
મા જ્યોતિર્મયીના પ્રિયબાળ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૪)

સંકીર્તન પ્રિય સાધક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સાધકમાંથી સિધ્ધ થનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રવચનથી પથદીપ ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રભુપથના યાત્રી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૮)

તીર્થ ભ્રમણ કરનારા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
નારાયણના શ્રેષ્ઠ સખા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્વયં તીર્થ સર્જન કરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
નર નારાયણ રૂપે આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૧૨)

નિર્વિકાર નરશ્રેષ્ઠ છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સરસ્વતિના કૃપાનિકેત, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સદ્ ચિત આનંદ રૂપ ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સત્યપથે નિવાસી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૧૬)

સત્કર્મ પરાયણ છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
કર્મયોગી નિષ્કામ મહાન, હે યોગેશ્વર કરૂં પ્રણામ
માતાને મુક્તિ ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
માતૃભક્ત છો સાચા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૨૦)

આદ્યશક્તિ આરાધક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્વયં આદ્યશક્તિ સ્વરૂપ આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
મૌન વ્રતો ધારણ કરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દિવ્યલીલા કરનારા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૨૪)

જીવન રથના સારથિ આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સો ગ્રંથોના સર્જનહાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સમાધિ ભૂષણને ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ગુપ્ત રૂપે અવતારી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૨૮)

કલ્પવૃક્ષ કલ્યાણ સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
અપાર જ્ઞાનતણા ભંડાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
રામાયણ અમૃત ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
એકાંતપ્રિય એકાંકી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૩૨)

દૈવી ચિન્મય શક્તિ સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વ સદ્ ગુણના ભંડાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્વાશ્રયી જીવનના જીવનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
મધુરભાષી મીતભાષી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૩૬)

સ્વર્ગારોહણ સર્જનહાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
અયાચક્રવતિ સ્વમાની આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
મંગલ મિલન ધરી દેનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રાર્થના પ્રેમી સદ્ ગુરૂ આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૪૦)

પ્રકાશ પથના પરમ પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ધર્મ ધુરંધર આપ મહાન, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રાર્થનાથી પ્રભુને જીતનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્થિત પ્રજ્ઞ છો સાચા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૪૪)

ધીર ગંભીર ઋષિ આપ સમા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
શાંતાશ્રમના સિદ્ધ પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
અજ્ઞાન તિમિરના હરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વસંગ પરિત્યાગી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૪૮)

નીડર પ્રતિભાશાળી પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ત્રિકાળદર્શી તત્વચિંતક, હે યોગેશ્વર કરૂં પ્રણામ
નિંદા સ્તુતિમાં સ્થિર રહેનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સત્યવ્રતી મર્મી છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૫૨)

દેવ પ્રયાગના દેવ પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રસન્ન મૂર્તિ પ્રેમ સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ક્ષમાશીલ ભૂષણ ધરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સાધકના સાથી છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૫૬)

સાબરમતીના સંત પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ત્યાગી વિવેકી શાંત સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દશરથ પર્વત પર તપનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પાપ ત્રિતાપન શાવન આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૬૦)

પુણ્ય પ્રદાયક પૂજ્ય પુરૂષ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ઈશ્વર દર્શન કરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્મિત ભાષી અમૃત પાનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
વિજ્ઞાની બહુનામી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૬૪)

નવજીવન ધરનારા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
કરૂણાસાગર સુખના ધામ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સહજ સમાધિને વરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
વચન સિદ્ધ મહાત્મા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૬૮)

શ્વેત વસ્ત્રે સંન્યાસી સમા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ચિંતા સઘળી હરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દેહાતીત દશા વરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ભક્તાધીન ભગવાન છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૭૨)

સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વ સંકટ હરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દિવ્ય દર્શન કરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
શોક વિનાશક સૌના આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૭૬)

પરિવ્રાજક પદ યાત્રી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
વત્સલ માતા પિતા સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
તપથી તેજસ્વી બનનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ભાગીરથીના તપસ્વી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૮૦)

ભવબંધન હરનારા આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સંકલ્પ સિદ્ધિને વરનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
ભગવદ્ ભક્ત સ્વરૂપ છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૮૪)

કૃપા પાત્ર કૃપાળુ આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સાદગી પ્રિય અનુશાસક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સરળ સ્વચ્છ જીવન જીવનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
નિયમિતતાના ઉપાસક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૮૮)

વિદેશયાત્રી ત્યાગી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
દેશ ભક્ત છો તમે મહાન, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વ રિદ્ધિ સિદ્ધિ દેનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વ ધર્મ પ્રવર્તક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૯૨)

પવિત્ર પ્રેમે પ્રકટ થનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
વરદ હસ્તને ધરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સદા સર્વમંગલ કરનારા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સિદ્ધાંત પ્રેમી સંયમી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૯૬)

કામ ક્રોધના ભક્ષક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સર્વ સંગ દોષો જીતનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
અખંડ આત્મામાં રમનાર, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પ્રભુના પાગલ પ્રેમી આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૧૦૦)

અખંડ આનંદ મૂર્તિ સમા, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સુખદ સહાયક તારક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
આસનપ્રિય અનુશાસક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
પૂર્ણયોગી પુરૂષોત્તમ આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૧૦૪)

શંકાચાર્ય બુદ્ધ સ્વરૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સ્વયં જ્યોતિ સ્વરૂપ છો આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
રામકૃષ્ણ જ્ઞાનેશ્વર રૂપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ
સમર્થ સ્વામી શાસક આપ, હે યોગેશ્વર કરૂં પ્રણામ (૧૦૮)

‘મા’ સર્વેશ્વરીના સ્વામી સખા, સ્વજન ગુરૂને માત પિતા,
તે યોગેશ્વરના ચરણે, સર્વેશ્વરી સાષ્ટાંગ કરે,
આજની જીદંગી સોંપી તને, કરજે તું કૃતકૃત્ય મને,
સર્વેશ્વરી પ્રણામ કરે, એકસો આઠ આ નામ જપે,

પ્રભુના આ છે અલૌકિક નામ, ભાવે જપતાં મળે શ્રીરામ,
પીવડાવે અમૃતના જામ, મુક્તિના છે મંગલ ધામ,
જય જય જય ગુરૂદેવ પ્રભુ, જય જય જય ગુરૂદેવ પ્રભુ
જય જય જય ગુરૂદેવ પ્રભુ , જય જય જય ગુરૂદેવ પ્રભુ

– મા સર્વેશ્વરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *