Sunday, 22 December, 2024

શ્રીમદ રાજચંદ્ર સ્તુતિ

333 Views
Share :
શ્રીમદ રાજચંદ્ર સ્તુતિ

શ્રીમદ રાજચંદ્ર સ્તુતિ

333 Views

શ્રી રાજચંદ્ર પરમકૃપાળુ, હે પ્રભુ નમીએ અમે

આવ્યા અમે તો આંગણે, તમે મોક્ષપંથ બતાવજો
ભ્રમણા બધીયે ટાળજો, સંસારથી ઉદ્ધારજો.

અગમપંથી યોગી અમને, શ્રી ચરણમાં રાખજો
ઝાકળસમા આ જીવનમાં,પદ્મમાસને બિરાજજો.

પ્રાકટ્ય પૃથ્વી પર તમારૂં, પુનમચંદ્ર સમું દીસે,
અજ્ઞાનીના અંતર મહીં, તમે જ્ઞાન જ્યોત જગાવજો.

ભક્તિતણા પંથે પ્રભુ, પગલાં સદા મંડાવજો,
મુક્તિના મંગલ મહાદ્વારે, પ્રભુ પહોંચાડજો.

સામાન્ય રૂપ ધરી પ્રભુ, તમે પૃથ્વી પર વિચર્યા અહો !
પ્રત્યક્ષ છો પરમાત્મા ! મુમુક્ષુ કેરા પ્રાણ છો.

દિનરાત અગણિત ભૂલ કરતાં, વિષય રસમાં મહાલતાં,
ક્ષમાના સાગર પ્રભુ, તમે, બાળ ગણીને અપનાવજો.

બ્રહ્મચારીજી પ્રભુશ્રી, કૃપાની વર્ષા કરો,
શીલા સમા જીવન અમારાં,પૂજનીય બનાવજો.

અંતે કૃપાળુ કૃપા કરી, નિજ રૂપમાંહી સમાવજો,
સર્વેશ્વરીના કોટિ વંદન, ભાવથી સ્વીકારજો.

– મા સર્વેશ્વરી

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *