Shri Swaminarayan Ni Aarti Gujarati Lyrics
By-Gujju05-07-2023
392 Views
Shri Swaminarayan Ni Aarti Gujarati Lyrics
By Gujju05-07-2023
392 Views
શ્રી સ્વામીનારાયણ આરતી
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી. પ્રભુ જય ૧
ચરણ સરોજ તમારાં, વંદુ કર જોડી;
ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી. જય ૨
નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી;
પામર પતિત ઊધાર્યા (૨), અગણિત નરનારી. જય ૩
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી;
અડસઠ તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી. જય ૪
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે;
કાળ કરમથી છુટી (૨), કુટુંબ સહિત તરશે. જય ૫
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિધી. જય ૬