સ્નાન વખતે પ્રાર્થના
By-Gujju07-05-2023
396 Views

સ્નાન વખતે પ્રાર્થના
By Gujju07-05-2023
396 Views
*
આ જળમહીં પ્રેમે પધારો માત ગંગાજી હવે,
યમુના તથા હે નર્મદા, ગોદાવરી, તાપી તમે.
સાબરમતી, સરયૂ, સરસ્વતી, સૌ પધારો ભાવથી,
સઘળા સમંદર દેવ આવો આજ પ્રેમથકી વળી.
તનમન તણા સૌ મેલ મારા દૂર કરજો સ્નાનથી,
જીવન બનાવો તીર્થ સરખું તીર્થમય એ જળથકી.
– મા સર્વેશ્વરી