Sonani Nagari Lyrics in Gujarati
By-Gujju25-04-2023
Sonani Nagari Lyrics in Gujarati
By Gujju25-04-2023
જય જય રણછોડ માખણ ચોર
સોનાની નગરી વાળો ચિતડાના ચોર
ગોકુલ મથુરાથી મહેમાન આયા
અલ્યા ગોકુલ મથુરાથી મહેમાન આયા
ગુજરાત ગોંડી કરી રે
હો દરિયા કાંઠે દેવળ બાંધ્યા
દ્વારકામાં મહેમાન મળ્યા રે
હો સાવ રે સોનાની નગરી બાંધી
આખા જગતમાં જાણીતી કીધી
સાવ રે સોનાની નગરી બાંધી
આખા જગતમાં જાણીતી કીધી
ગોકુલ મથુરાથી મહેમાન આયા
ગુજરાત ગોંડી કરી રે
હો એણે દરિયા કાંઠે રૂડા દેવળ બાંધ્યા
દ્વારકામાં મહેમાન મળ્યા રે
હો સોના રૂપાયે દ્વારકા રે મઢી
હિંડોળે જુલે વાલો મારો રે હેતથી
હે સોળસો ગોપીયો સેવામાં રહેતી
એમાં વાલાને રાધા મનગમતી
હો ગોમતી કેરા ઘાટે જોયા
રાધા રાણીની સાથે જોયા
ગોમતી કેરા ઘાટે જોયા
રાધા રાણીની સાથે જોયા
હે ગોકુલ મથુરાથી મહેમાન આયા
ગુજરાત ગોંડી કરી રે
હો એણે દરિયા કાંઠે રૂડા દેવળ બાંધ્યા
દ્વારકામાં મહેમાન મળ્યા રે
હે કાનજી મારા રંગે છે કાળા
લાગે છતાં એ તો બહુ એ રૂપાળા
હો મોહન મારા મોરલી રે વાળા
અમે સૌવ તારા રંગે રંગાણા
હો ડાકોરના રે દેવળે ભાળ્યા
બોડાણાના વેલડે ભાળ્યા
ડાકોરના રે દેવળે ભાળ્યા
બોડાણાના વેલડે ભાળ્યા
હે ગોકુલ મથુરાથી મહેમાન આયા
ગુજરાત ગોંડી કરી રે
હો એણે દરિયા કાંઠે રૂડા દેવળ બાંધ્યા
દ્વારકામાં મહેમાન મળ્યા રે
હો બાવન ગજની ધજા તારી ફરકે
દર્શન કરતા હૈયું મારૂ હરખે
હો આખા જગતના જુકે જ્યાં શીશ
નામ છે એમનું દ્વારકા રે ધીશ
હો દ્વારકાધીશના દર્શન કરીયા
ગોવિંદ મેવાડના જીવન ફળીયા
દ્વારકાધીશના દર્શન કરીયા
ગોવિંદ મેવાડના જીવન ફળીયા
હે ગોકુલ મથુરાથી મહેમાન આયા
ગુજરાત ગોંડી કરી રે
હો એણે દરિયા કાંઠે રૂડા દેવળ બાંધ્યા
દ્વારકામાં મહેમાન મળ્યા રે