Saturday, 27 July, 2024

Sri Ram Stuti

128 Views
Share :
Sri Ram Stuti

Sri Ram Stuti

128 Views

देवो द्वारा श्रीराम की स्तुति
 
(छंद)
जय राम सदा सुखधाम हरे। रघुनायक सायक चाप धरे ॥
भव बारन दारन सिंह प्रभो। गुन सागर नागर नाथ बिभो ॥
 
तन काम अनेक अनूप छबी। गुन गावत सिद्ध मुनींद्र कबी ॥
जसु पावन रावन नाग महा। खगनाथ जथा करि कोप गहा ॥
 
जन रंजन भंजन सोक भयं। गतक्रोध सदा प्रभु बोधमयं ॥
अवतार उदार अपार गुनं। महि भार बिभंजन ग्यानघनं ॥
 
अज ब्यापकमेकमनादि सदा। करुनाकर राम नमामि मुदा ॥
रघुबंस बिभूषन दूषन हा। कृत भूप बिभीषन दीन रहा ॥
 
गुन ग्यान निधान अमान अजं। नित राम नमामि बिभुं बिरजं ॥
भुजदंड प्रचंड प्रताप बलं। खल बृंद निकंद महा कुसलं ॥
 
बिनु कारन दीन दयाल हितं। छबि धाम नमामि रमा सहितं ॥
भव तारन कारन काज परं। मन संभव दारुन दोष हरं ॥
 
सर चाप मनोहर त्रोन धरं। जरजारुन लोचन भूपबरं ॥
सुख मंदिर सुंदर श्रीरमनं। मद मार मुधा ममता समनं ॥
 
अनवद्य अखंड न गोचर गो। सबरूप सदा सब होइ न गो ॥
इति बेद बदंति न दंतकथा। रबि आतप भिन्नमभिन्न जथा ॥
 
कृतकृत्य बिभो सब बानर ए। निरखंति तवानन सादर ए ॥
धिग जीवन देव सरीर हरे। तव भक्ति बिना भव भूलि परे ॥
 
अब दीन दयाल दया करिऐ। मति मोरि बिभेदकरी हरिऐ ॥
जेहि ते बिपरीत क्रिया करिऐ। दुख सो सुख मानि सुखी चरिऐ ॥
 
खल खंडन मंडन रम्य छमा। पद पंकज सेवित संभु उमा ॥
नृप नायक दे बरदानमिदं। चरनांबुज प्रेम सदा सुभदं ॥
 
(दोहा)
बिनय कीन्हि चतुरानन प्रेम पुलक अति गात।
सोभासिंधु बिलोकत लोचन नहीं अघात ॥ १११ ॥

દેવો સ્તુતિ કરે છે
 
જય રામ સદા સુખધામ હરે, રઘુનાયક સાયક ચાપધરે,
ભવહસ્તિ વિનાશક સિંહ પ્રભો ગુણસાગર નાગર નાથ વિભો!
 
બહુ કામસમાન શરીરછબી, ગુણ ગાય છે સિદ્ધ મુનીન્દ્ર કવિ;
યશપાવન રાવણ નાગ મહા બની ક્રોધે ગ્રહ્યો ખગનાથ અહા
 
જનરંજન ભંજન  શોકભય ગતક્રોધ સદા પ્રભુ બોધમય;
અવતાર ઉદાર અપાર ગુણ, ભૂભાર વિભંજન જ્ઞાનઘન.
 
અજવ્યાપક એક અનાદિ સદા, કરુણાકર રામ પ્રણામ મુદા;
રઘુવંશ વિભૂષણ દૂષણ હા, કર્યો ભૂપ વિભીષણ દીન મહા.
 
ગુણજ્ઞાનનિધાન અમાન અજ, વિભુ વંદન રામ સદા વિદજ;
ભુજદંડ પ્રચંડ પ્રતાપ બળ, ખલવૃંદ નિકંદન અતિકુશળ.
 
વિનાકારણ દીનદયાળ હિત રસધામ પ્રણામ રમાસહિત;
ભવતારક કારણ કાર્ય પર મનસંભવ દારુણ દોષહર.
 
શરચાપ ને ચારુ નિષંગધર, જલજારુણ લોચન ભૂપવર,
સુખમંદિર સુંદર શ્રીરમણ, મદમાર મહામમતા શમન.
 
અનવદ્ય અખંડ અગોચર છો, સદા સર્વ રૂપે છતાં મુક્ત રહો;
વદે વેદ બધા નવ દંતકથા, રવિતાપ છે ભિન્ન અભિન્ન યથા.
 
કૃતકૃત્ય વિભો સહુ વાનર આ નીરખે મુખમંડળ સાદર હા !
ધિક જીવન દેવશરીર હરે, પ્રભુભક્તિ વિના પથ ભૂલ્યા ખરે.
 
હવે દીનદયાળ દયા કરજો, મતિ ભેદભરી હરિવર હરજો;
વિપરીત ન કે વર્તન કરીએ, દુ:ખને સમજી સુખ નવ ફરીએ.
 
ખલખંડન મંડન ભૂમિતણા પદપંકજ સેવતાં શંભુઉમા;
નૃપનાયક દો વરદાન મને ચરણાંબુજ પ્રેમ પવિત્ર બને.
 
(દોહરો)           
પુલકિત તનથી સ્તુતિ કરી બ્રહ્માએ પ્રેમે;
શોભા નીરખી ના થયાં નેત્ર તૃપ્તિ કેમે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *