Sunday, 8 September, 2024

Sudama No Bhaibandh Kano Lyrics in Gujarati

122 Views
Share :
Sudama No Bhaibandh Kano Lyrics in Gujarati

Sudama No Bhaibandh Kano Lyrics in Gujarati

122 Views

હે સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
હે હા સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
એ હા માલધારી ને વાલો કાન ભરવાડો ને વાલો કાન

એ ભીડ પડે ત્યારે વેલો થાતો દુઃખમાં કે તકલીફમાં
ભીડ પડે ત્યારે વેલો થાતો દુઃખમાં કે તકલીફમાં
એ સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ

હે સોનાની નગરી વાળો કાનો કહેવાય છે
એનો રે પ્રેમ જાણે જગમાં રેલાય છે
હે માલધારી ના નેહડે કાનો ઘેર ઘેર પૂજાય છે
નામ એનું દિલથી લેતા બધા દુઃખ ભુલાય છે
એ માલધારી નો વાલો કાનો ગાયો નો ગોવાળ છે

એ ભરવાડો નો વાલો કાનો
ગાયો નો ગોવાળ છે
ભીડ પડે ત્યારે વેલો થાતો દુઃખમાં કે તકલીફમાં
ભીડ પડે ત્યારે વેલો થાતો દુઃખમાં કે તકલીફમાં

એ સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ

એ માલધારી ના નેહડે જાણે મહેમાનો રે આવતા
મોંઘેરા માન દઈ વાળું પાણી કરાવતા
એ ભોળા રે ભરવાડો આજે ભર બજારે ફરતા
ઠાકર નું નામ લઇ મોજ મજા કરતા

એ સાતમ આઠમ ના મેળે માલધારીઓ જાતા
હે હા ઠાકર ના દર્શન કરી રાજી રાજી થાતાં
હે ઠાકર ના દર્શન કરી રાજી રાજી થાતાં
એ મારા માલધારી ના હૈયે હોઠે ઠાકર તારું નામ છે
માલધારી ના હૈયે હોઠે ઠાકર તારું નામ છે

એ સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
હે હા સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ

હે જીવ જેના જુદા પણ આતમ એક છે
ઠાકર ધણી એ આપી અનમોલ ભેટ છે

એ દિલનો દાતાર એવો નવઘનમુધવા છે
સુખ દુઃખ નો સાથી તેવો હાચો ભાઇબંધ છે
એ ઠાકર ની દયાથી એમની દોસ્તી પાકી છે
એ હા કૌશિક ભરવાડ કહે આ દોસ્તી અમારી છે

એ ઠાકર મારા રહેજે ભેળો તારો ભરોસો ભારે છે
ઠાકર મારા રહેજે ભેળો તારો ભરોસો ભારે છે
એ સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ
સુદામાનો ભાઈબંધ કાનો
સુદામાનો ભાઈબંધ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *